તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Actress Kangana Ranaut Wants ‘fine Or Imprisonment For 3rd Child’ To Control Population, Trollers Reacts To Reminder About Own 2 Siblings

વિવાદોનો ભંડાર:કંગના રનૌતે કહ્યું, ‘ત્રીજા બાળકના જન્મ પર પેરેન્ટ્સને જેલ કે દંડ થવો જોઈએ’, યુઝર્સે કહ્યું-તું કેમ ભૂલી ગઈ? તમે પણ ત્રણ ભાઈ-બહેન છો

2 મહિનો પહેલા
આપણા દેશમાં પણ ચીનની જેમ કડક નિયમો હોવા જોઈએ-એક્ટ્રેસ
  • એક્ટ્રેસે વધુ એક પોસ્ટ શેર કરીને લખ્યું, દેશમાં વધારે જનસંખ્યાને લીધે લોકો મરી રહ્યા છે

એક્ટ્રેસ કંગના રનૌત અવાર-નવાર કોઈને કોઈ સ્ટેટમેન્ટ આપીને વિવાદોને આમંત્રણ આપે છે. હાલમાં કંગનાએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી છે, જેને લઈને તે ટ્રોલર્સના ધ્યાનમાં આવી ગઈ છે. કંગનાએ પોસ્ટમાં ભારતની જનસંખ્યા પર કંટ્રોલ કરવા માટે કડક કાનૂન બનાવવાની વાત કહી છે. તેણે કહ્યું કે, ત્રીજા બાળકને જન્મ આપવા પર પેરેન્ટ્સને જેલ મોકલવા કે દંડ ફટકારવો જોઈએ.

‘તું કેમ ભૂલી ગઈ?’
કંગનાએ પોસ્ટમાં લખ્યું, આપણા દેશમાં જનસંખ્યા કંટ્રોલ કરવા માટે કડક નિયમો બનાવવા જોઈએ. વોટ પોલિટિક્સ તો બહુ થયું. સત્ય એ છે કે, ઇન્દિરા ગાંધી ઇલેક્શન હારી ગયા હતા અને આ વાત પર અવાજ ઉઠાવવા પર તેમનું મર્ડર કરવામાં આવ્યું હતું. કારણકે તેમણે લોકોને સ્ટરલાઈઝ્ડ કર્યા હતા. હાલનાં સમયના ક્રાઈસિસ જોઇને ત્રીજા બાળકના જન્મ પર દંડ કે જેલની સજા હોવી જોઈએ. એક્ટ્રેસની આ વાત પર લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સે કહ્યું, તું કેમ ભૂલી ગઈ? તમે પણ ત્રણ ભાઈ-બહેન છો.

કોમેડિયન સલોની ગૌરે કંગનાના ભાઈ-બહેનનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. કંગનાએ તેનો જવાબ આપતા કહ્યું, તારી કોમેડી પણ એક મજાક છે. મારા પરદાદાના 8 ભાઈ-બહેન હતા. તે દિવસોમાં ઘણા બાળકોનું અવસાન થતું હતું. આપણે સમય સાથે બદલાવવું જોઈએ. સમયની માગ છે કે, જનસંખ્યા પર કંટ્રોલ કરવો અને આપણા દેશમાં પણ ચીનની જેમ કડક નિયમો હોવા જોઈએ.

દેશમાં વધારે જનસંખ્યાને લીધે લોકો મરી રહ્યા છે
આ ઉપરાંત એક્ટ્રેસે વધુ એક પોસ્ટ શેર કરીને લખ્યું, દેશમાં વધારે જનસંખ્યાને લીધે લોકો મરી રહ્યા છે. કાગળ પર 130 કરોડ ભારતીયો ઉપરાંત 25 કરોડ પ્રવાસી શ્રમિક છે, જેઓ બીજા દેશથી આવીને વસ્યા છે. તેને લીધે આપણે જનસંખ્યા મામલે દુનિયામાં ત્રીજા નંબરે છીએ. જો કે, આપણે દુનિયાભરમાં ટીકાકરણ અભિયાનમાં અગ્રણી છીએ અને કોરોના વિરુદ્ધ લડી રહ્યા છીએ. પરંતુ આપણે પોતાની જવાબદારી ઉપાડવાની છે.

એક્ટ્રેસની પોસ્ટ અનેક વિવાદોનો ભંડાર
કંગનાએ પોસ્ટ શેર કરીને લખ્યું હતું, આજે માનવ સ્વ-નિર્મિત વાઈરસથી તકલીફમાં છે અને તે એકબીજાની અર્થવ્યવસ્થા નીચે લાવવામાં ઉપયોગમાં આવી રહ્યો છે. હું જે કહી રહી છું તેનાથી ઘણા ઓછા લોકો સહમત હશે, પરંતુ ઘણા લોકો નહિ હોય. પરંતુ કોઈ ના નહીં પાડી શકે કે અર્થ ઈઝ હીલિંગ. વાઈરસ માણસને મારી રહ્યો છે, પણ બીજી બધી વસ્તુઓ સારી પણ કરી રહ્યો છે.

સીએમને ટાર્ગેટ કર્યા
કંગના રનૌત અવાર-નવાર કોઈના પણ ઝઘડામાં કૂદી પડે છે અને મનફાવે તેમ લોકો પર નિશાન સાધે છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને ચિઠ્ઠી લખીને મદદ માગી, એ પછી કંગનાએ ચિઠ્ઠી શેર કરીને તેની પર નિશાન તાક્યું હતું. કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું, મોદીજી બચાઓ, મોદીજી બચાઓ..મારાથી જેટલું થતું હતું એ કરી લીધું. હવે આ બધું તમે જ સરખું કરો. આ રહી તકલીફો અને આ રહ્યું દિલ્હી. હવે તમે સંભાળો.

યુઝર્સે કંગનાની બોલતી બંધ કરી
કંગનાને પોતાના જ સ્ટેટમેન્ટને લીધે ફરીથી ટ્રોલ થવાનો વારો આવ્યો છે. એક યુઝરે લખ્યું, ગાંજો ઓછો પી છોકરી. અન્ય યુઝરે લખ્યું, ભગવાન ના કરે, હાલ જે જનતાને સહન કરવું પડી રહ્યું છે તે તારે સહન કરવું પડે. બીજા યુઝરે લખ્યું, મુશ્કેલ સમયમાં તું આટલી નિર્દયી કઈ રીતે બની શકે? તું સાચે ક્રૂર છે.

મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું
લોકડાઉન હોવા છતાં કોરોના વધી રહેલા કેસને લીધે એક્ટ્રેસ કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો શેર કરીને એક્ટ્રેસે લખ્યું, ‘લોકડાઉન...આ મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવું લાગી રહ્યું છે’. એક્ટ્રેસે જે ફોટો શેર કર્યો છે તેમાં એક તૂટેલો શેડ છે. આ બધી બાજુએથી ખુલ્લો છે અને સામે દરવાજા પર કડી લગાવી છે. એક્ટ્રેસે શેર કરેલો ફોટો ઇન્ટરનેટ પર ઘણો વાઈરલ થયો હતો.