તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ધાકડ':ફિલ્મનો ન્યૂ લૂક શેર કરીને કંગના રનૌતે ખુદને મૃત્યુની દેવી ભૈરવી ગણાવી, સોશિયલ મીડિયા યુઝર બોલ્યા- તું માત્ર ફાલતુ એક્ટર છે, ભગવાન નહીં

એક મહિનો પહેલા

એક્ટ્રેસ કંગના રનૌત હાલ 'ધાકડ' ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ વચ્ચે સોમવારે તેણે ફિલ્મના સેટ પરથી તેના રોલ એજન્ટ અગ્નિના બે લુકના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોઝમાં કંગના હાથમાં રાઇફલ લઈને એક્શન મોડમાં દેખાઈ રહી છે.

મૃત્યુની દેવી ભૈરવીનું રૂપ છે અગ્નિ
કંગના રનૌતે ફોટોઝ શેર કરી કેપ્શન લખ્યું, 'તેઓ તેને અગ્નિ કહે છે. પણ હું કહું છું કે તે મૃત્યુની દેવી ભૈરવીનું રૂપ છે, 'ધાકડ'. તેના આ કેપ્શન પર લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી. લોકોએ કહ્યું કે દરેક વસ્તુમાં ભગવાનને જોડવાની શું જરૂર છે.

તું માત્ર ફાલતુ એક્ટર છે, ભગવાન નહીં
એક યુઝરે લખ્યું, 'દરેક વસ્તુમાં ભગવાનને જોડવા જરૂરી છે શું, તું માત્ર ફાલતુ એક્ટર છે કોઈ ભગવાન નહીં, ખુદને ભગવાન સાથે જોડીને ભગવાનનું અપમાન ન કર.' એક બીજા યુઝરે કહ્યું, 'હિંદુઓની ભાવનાઓ સાથે પૈસા કમાવા છે આને, ધર્મ સાથે કોઈ લેવા -દેવા નથી.'

એક અન્ય યુઝરે લખ્યું, 'જૂજ ફિલ્મો કરીને દિવસભર ટ્વિટર પર ગંદકી ફેલાવીને ખુદને બબ્બર સિંહણ અને ઝાંસીની રાણી સમજતી કંગના, આ દેશની અસલી સિંહણ આ દેશની મહેનતુ મહિલાઓ છે, જે ખેતી કરીને દેશનું પેટ ભરે છે. સીમા પર દેશની રક્ષા કરે છે. Y પ્લસ સુરક્ષા લઈને હવાબાજી કરવાથી કઈ નથી થતું.'

25 કરોડમાં શૂટ થયો ફિલ્મનો એક એક્શન સીન
થોડા દિવસ પહેલાં એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રિહર્સલનો એક વીડિયો શેર કર્યો હતો. કંગનાએ તેની પોસ્ટમાં લખ્યું હતું, 'આવા ડિરેક્ટર ક્યારેય નથી જોયા, જે રિહર્સલને આટલું મહત્ત્વ અને સમય આપે છે. સૌથી મોટા એક્શન સિક્વન્સમાંનું એક કાલે રાતથી શૂટ થશે. તેની તૈયારીથી ચકિત છું. ઘણું બધું શીખી રહી છું. 25 કરોડ રૂપિયાથી વધુ એક માત્ર એક્શન સિક્વન્સ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે.'

રજનીશ ઘઈના ડિરેક્શનમાં બની રહેલી 'ધાકડ' આ વર્ષે દિવાળી પર 1 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ પણ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર કંગના આ ફિલ્મમાં ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં છે. આ સિવાય કંગનાની ફિલ્મ 'થલાઈવી' આ વર્ષે રિલીઝ થવાની છે જે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જિંદગી પર આધારિત છે.

'ધાકડ' બાદ કંગના 'તેજસ'નું શૂટિંગ શરૂ કરશે. તે 'અપરાજિત અયોધ્યા', 'મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લીજેન્ડ ઓફ દિદ્દા' અને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત એક અનટાઇટલ્ડ ફિલ્મ અનાઉન્સ કરી ચૂકી છે. તેના પ્રોડક્શનની એક અન્ય ફિલ્મ છે જેમાં તે ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો