નિધન:એક્ટ્રેસ-કોમેડિયન મલ્લિકા દુઆની માતા પદ્માવતી કોરોના સામે હારી ગયા, 56 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મલ્લિકા પણ કોરોના સંક્રમિત થઈ હતી - Divya Bhaskar
મલ્લિકા પણ કોરોના સંક્રમિત થઈ હતી
  • પદ્માવતી અને તેના પતિ વિનોદને થોડા દિવસ પહેલાં કોરોના થયો હતો
  • બંને ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ હતા

એક્ટ્રેસ કોમેડિયન મલ્લિકા દુઆની માતા ડૉ. પદ્માવતી દુઆનું 56 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા પછી વાઈરસ સામેની જંગ હારી ગયા. ડૉ. પદ્માવતીને ચિન્ના દુઆ તરીકે પણ ઓળખવામાં આવે છે. પદ્માવતીનાં નિધનની જાણકારી તેના પતિ દિગ્ગજ જર્નલિસ્ટ વિનોદ દુઆએ સોશિયલ મીડિયામાં શુક્રવારે મોડી રાતે શેર કરી. પદ્માવતી ડૉક્ટર ઉપરાંત એક સિંગર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ હતાં.

અવસાનનાં સમાચાર આવ્યા પછી ઘણા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પદ્માવતી અને તેના પતિ વિનોદને થોડા દિવસ પહેલાં કોરોના થયો હતો. સંક્રમિત થયા પછી બંને ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ હતા. વિનોદે પોસ્ટ કરીને જણાવ્યું પણ હતું કે અમે બંને કોરોના વાઈરસથી રિકવર થઈ રહ્યા છીએ.

મલ્લિકા પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી
પદ્માવતી-વિનોદ ઉપરાંત તેમની દીકરી મલ્લિકા પણ કોવિડ પોઝિટિવ હતી. તેણે લખ્યું હતું, છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયાથી દૂર છું, કારણકે બધું બરાબર નથી. મને થોડા દિવસ પહેલાં કોરોના થયો હતો અને તાવ વધી જતા હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ એક સારો નિર્ણય હતો કારણકે અહીં મારી દેખભાળ સારી રીતે થઈ હતી. હું પહેલાં કરતાં સારું અનુભવું છું. શ્વાસ સિવાય બીજું બધું બરાબર છે.

માતા-પિતાએ હેલ્થને લઈને અપડેટ આપી
મલ્લિકા દુઆએ પોસ્ટમાં માતા-પિતાની હેલ્થની અપડેટ પણ આપી હતી. તેણે લખ્યું હતું, પપ્પા દાખલ છે તે જ ફ્લોર પર હું દાખલ છું . તેમને વધારે ઉધરસ છે. માતાને એક્મો પ્લસ વેન્ટિલેટર પર રાખ્યા છે. તેઓ ક્યારેક બેભાન પણ થઈ જાય છે. રોજ સાંજે અમે ફોન કરીને સોંગ સંભળાવીએ છીએ અને તે ઈશારાથી રિએક્શન આપે છે. તેમના ફેફસાંને આરામની જરૂર છે. વિશ્વાસ અને પ્રેમ સાથે પ્રાર્થનાની જરૂર છે. પ્રાર્થના કરતા રહો.

અન્ય સમાચારો પણ છે...