તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંગના રનૌતની ટીકા:એક્ટ્રેસે હમાસ પર ઇઝરાઇલના હુમલાનું સમર્થન કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે તેને બદદિમાગ અને ઈસ્લામોફોબિક કહી

3 મહિનો પહેલા

કંગના રનૌતે ઇઝરાઇલ દ્વારા હમાસ પર કરવામાં આવેલા હુમલાના વખાણ કર્યા છે, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ભરપૂર ટ્રોલ કરવામાં આવી છે. લોકો તેને બદદિમાગ, ઈસ્લામોફોબિક અને નીરસ કહી રહ્યા છે. ખાસ વાત એ છે કે કંગનાની ટીકા ટ્વિટર પર થઈ રહી છે, જ્યાં થોડા દિવસ પહેલા જ તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. લોકોએ કંગનાની એ હદે ટીકા કરી કે તે ટ્વિટર પર ન હોવા છતા ટ્રેન્ડ કરવા લાગી હતી.

કંગનાએ તેની પોસ્ટમાં શું લખ્યું?
કંગનાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટની સ્ટોરીમાં લખ્યું, 'પોતાના દેશ અને દેશના લોકોને કટ્ટરવાદી ઈસ્લામિક આતંકવાદથી સુરક્ષિત રાખવો દરેક દેશનો મૂળભૂત અધિકાર છે. ભારત ઇઝરાઇલ સાથે ઉભું છે. જેમને લાગે છે કે આતંકવાદને જવાબ હડતાળ અને સખત ટીકા કરીને આપવો જોઈએ. તેમણે ઇઝરાઇલ પાસેથી શીખવું જોઈએ.'

કંગનાએ આગળ લખ્યું, 'તેઓ આતંકવાદ ફેલાવશે અને જો તમે મક્કમ થઈ જવાબ આપશો તો તેઓ રડશે અને પીડિત બની જશે. જો તમે ફક્ત વિરોધ કરશો તો તેઓ તમારી સંસદ અને ફાઇવ સ્ટાર હોટલો પર હુમલો કરશે. આ તમારા માટે પણ કટ્ટરવાદી ઈસ્લામિક આતંકવાદ છે.'

સોશિયલ મીડિયા યુઝર્સે શું લખ્યું?
એક યુઝરે લખ્યું, 'શું બદદિમાગ, નીરસ અને ઈસ્લામોફોબિક કંગના જાણે છે કે વાસ્તવિકતામાં આતંકવાદ શું છે? રમઝાનની સૌથી પાક રાત્રિએ લૈલત-અલ-કદ્રમાં 300 રોજેદાર સતત ઘાયલ થયા હતા અને આ મૂર્ખ માટે નિઃશસ્ત્ર રોજેદાર ક્રૂર આતંકવાદી હતા? વાહ.'

એક અન્ય યુઝરે લખ્યું,' કંગના મને નથી લાગતું છતાં તમારે ક્યારેય આતંકવાદ વિશે વાત કરવી જોઈએ, કારણ કે આ દંભ છે. તમે આજે જે પોસ્ટ કરી છે, તે આતંકવાદ, નાઝીવાદ અને હત્યાઓની જેમ તમારી ગંદકી બતાવે છે. તમે જે કાંઈ કહ્યું તે જ આતંકવાદ પણ કહેશે. તમને શરમ આવવી જોઈએ કે તમે નિર્દોષ લોકોની હત્યા કરનારોનું સમર્થન કરી રહ્યા છો. આનાથી કોઈ ફરક પડતો નથી કે તમે કોને જમીનના હકદાર બતાવી રહી છો, પરંતુ તેનો અર્થ એ છે કે તમે નિર્દોષોની હત્યાને વાજબી ઠેરવી રહ્યા છો. થૂ છે તમારા પર'

તો એક અન્ય યુઝરે લખ્યું, 'કંગના રનૌત આપણા પોતાના લોકો કોવિડના કારણે મરી રહ્યા છે. પીક અને ત્રીજી લહેર આવવાની બાકી છે અને એ વાહિયાત વાતો કરવામાં વ્યસ્ત છે. મને લાગે છે કે કોવિડની પરિસ્થિતિને કેવી રીતે હલ કરવી અને અર્થતંત્રને કેવી રીતે જીવંત કરવું તેના પર આપણી સરકારનું ધ્યાન હોવું જોઈએ. તેણે સોનુ સૂદ પાસેથી કઈક શીખવું જોઈએ.'

અન્ય સમાચારો પણ છે...