તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'RRR':ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ના હિન્દી વર્ઝનમાં આલિયા ભટ્ટ બે સોન્ગ ગાશે, તેમાં એક ડાન્સ નંબર હશે

20 દિવસ પહેલા

'બાહુબલી' ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'RRR'ને લઈને એક સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આલિયા ભટ્ટ તેની આ ફિલ્મમાં ખુદ માટે બે સોન્ગ ગાવાની છે. આ પહેલાં આલિયાએ ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'હાઇવે' અને શશાંક ખૈતાનની ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા'માં સોન્ગ ગાયું હતું.

ફિલ્મના માત્ર હિન્દી વર્ઝન માટે સોન્ગ ગાશે
સૂત્રોના જણાવ્યા મુજબ સાઉથ સુપર સ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર 'RRR'માં આલિયા એક સોન્ગ અને એક ડાન્સ નંબરને પોતાનો અવાજ આપી શકે છે. આલિયા આ ફિલ્મના માત્ર હિન્દી વર્ઝન માટે સોન્ગ ગાશે. ફિલ્મ 5 ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિળ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

'RRR' 13 ઓક્ટોબરે રિલીઝ થશે
થોડા દિવસ પહેલાં રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'RRR'ની રિલીઝ ડેટનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું હતું. આ વાતની જાણકારી આલિયા ભટ્ટે 25 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક નવું પોસ્ટર શેર કરીને આપી હતી. આલિયા ભટ્ટે પોસ્ટર શેર કરી લખ્યું હતું, 'RRR માટે તૈયાર થઇ જાઓ. 13 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે.'

રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન અને આલિયા ભટ્ટ પણ ફિલ્મમાં લીડ રોલમાં છે. ફિલ્મ વિશે વાત કરતા પ્રોડ્યુસર ડીવીવી દાનય્યાએ કહ્યું હતું, 'અમે 'RRR'ના શૂટિંગ શેડ્યુઅલના એન્ડની નજીક પહોંચી ગયા છીએ અને આ ફિલ્મને દર્શકો સામે લાવવા માટે ઘણા ઉત્સુક છીએ. અમે દર્શકો સાથે થિયેટરમાં દશેરા જેવા મોટા તહેવારને મનાવવા માટે પણ ઘણા ઉત્સુક છીએ.'

કોરોનાને કારણે રિલીઝ ડેટ ટાળવામાં આવી
ફિલ્મ ડીવીવી એન્ટરટેનમેન્ટ્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મ 1920ના દશકના ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની લાઈફ પર આધારિત છે. પહેલા આ મલ્ટિ સ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ 8 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ થવાની હતી પણ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ ટાળવામાં આવી.

450 કરોડના બિગ બજેટમાં બની રહી છે 'RRR'
રિપોર્ટ્સ મુજબ, રામચરણ અને જુનિયર એનટીઆર હાલ ફિલ્મના ક્લાઈમેક્સ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા છે. 'બાહુબલી' જેવી સુપરહિટ સિરીઝ બનાવનારા રાજામૌલીની 'RRR' 450 કરોડ રૂપિયાના બિગ બજેટમાં બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો