તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોર્નોગ્રાફી કેસ:એક્ટ્રેસનો આરોપઃ FIRની ધમકી આપીને પોર્ન માટે મજબૂર કરાતી, ગેહના વશિષ્ઠ સહિત રાજની કંપનીના 3 પ્રોડ્યુસર્સ પર કેસ

મુંબઈ2 મહિનો પહેલા
  • શિલ્પા શેટ્ટીને હજી સુધી આ કેસમાં ક્લીન ચિટ આપવામાં આવી નથી

મુંબઈના સોફ્ટ પોર્ન કેસમાં હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે. રાજ કુંદ્રા બાદ હવે ગેહના વશિષ્ઠ તથા રાજની કંપનીના 3 પ્રોડ્યુસર્સ વિરુદ્ધ મુંબઈના મલાડના માલવાણી પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી છે. ગેહના વશિષ્ઠ આ પહેલાં અન્ય એક કેસમાં અરેસ્ટ થઈ ચૂકી છે. આ ચારેય પર હોટશોટ્સ તથા અન્ય એપ માટે અશ્લીલ કન્ટેન્ટ બનાવવાનો આક્ષેપ છે.

આ ચારેય પર આ FIR એક મોડલ તથા તેમની ફિલ્મમાં કામ કરનાર એક્ટ્રેસે કરી છે. એક્ટ્રેસે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે હોટશોટ્સ એપ માટે પોર્ન શૂટ કરવા માટે તેને મજબૂર કરવામાં આવી હતી. તેણે ના પાડી તો કોન્ટ્રેક્ટ તથા FIRની ધમકી આપવામાં આવતી હતી. આ કેસ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચની પ્રોપર્ટી સેલને આપવામાં આવ્યો છે.

મહિલાએ ફરિયાદમાં શું કહ્યું?
પીડિત મહિલા 25 વર્ષની છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે હિંદી, મરાઠી તથા ભોજપુરી ફિલ્મમાં નાની નાની ભૂમિકા ભજવે છે. 2018માં તેને રોનક નામના કાસ્ટિંગ ડિરેક્ટરની મદદથી કામ મળ્યું હતું. 4 ફેબ્રુઆરી, 2018ના રોજ પ્રોડ્યૂસર રોવા ખાનને મળી હતી. રોવા તેને કારમાં બેસાડીને મઢના એક બંગલામાં લઈને આવ્યો હતો. અહીં 'સિંગલ મધર'ની સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી. પછી તેને મેકઅપ રૂમમાં લઈ જવામાં આવી હતી.

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું કે જ્યારે તે તૈયાર થઈને આવી ત્યારે અન્ય એક પ્રોડ્યુસરે એવું કહ્યું હતું કે તે 'સિંગલ મધર'ની ભૂમિકા માટે યોગ્ય નથી, આથી હવે તેણે 'બર્તનવાલી' ફિલ્મ કરવી પડશે. જ્યારે એક્ટ્રેસ પાસે આ ફિલ્મની સ્ક્રિપ્ટ આવી તો એમાં એકદમ બોલ્ડ સીન્સ હતા અને તેથી તેણે કામ કરવાની ના પાડી દીધી હતી. રોવા ખાને તેને એમ કહ્યું હતું કે જો તેણે પૈસા જોઈએ તો તેણે આ ફિલ્મમાં કામ કરવું પડશે.

મહિલાએ ના પાડી તો રોવાએ એવું કહ્યું હતું કે આ ફિલ્મ કોઈપણ ચેનલ પર પ્રસારિત થશે નહીં. આ એક એપ માટે છે અને એને જોવા માટે પૈસા આપવા પડશે. આ સાથે જ એક્ટ્રેસનું નામ તથા ચહેરો ગ્રાફિક્સની મદદથી બદલી નાખવામાં આવશે.

ત્યાર બાદ રોવાએ મહિલા પાસેથી 'શનાયા'ના નામથી એક નાનકડો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં મહિલાએ કહ્યું હતું, 'હાય, મારું નામ શનાયા છે. મેં હોટ હિટ ચેનલ પર બોલ્ડ સિરીઝ કરી છે. મારો લુક જોવા માટે હોટ હિટ ચેનલને ડાઉનલોડ, લાઇક તથા સબ્સ્ક્રાઇબ કરો. જો આ વેબ સિરીઝ અન્ય ક્યાંય પણ રિલીઝ થાય છે તો મને વાંધો નથી.'

રાજને રાહત નહીં
આ કેસમાં રાજ કુંદ્રા તરફથી મુંબઈની કિલા કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. તેના પર આજે, 28 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. વકીલનો તર્ક છે કે મુંબઈ પોલીસે રાજની અનેકવાર પૂછપરછ કરી લીધી છે. જ્યારે પણ પોલીસ બોલાવશે ત્યારે રાજ હાજર થઈ જશે. આથી રાજને પોલીસ સ્ટેશનમાં રાખવાનો કોઈ અર્થ નથી. પોર્નોગ્રાફી કેસમાં કિલા કોર્ટે રાજ કુંદ્રાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. રાજ હાલમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

શિલ્પાને હજી સુધી ક્લિન ચિટ નહીં
સૂત્રોના મતે શિલ્પા શેટ્ટીને હજી સુધી આ કેસમાં ક્લિન ચિટ આપવામાં આવી નથી. શિલ્પા શેટ્ટીના અકાઉન્ટ્સમાં પૈસા કેવી રીતે આવતા હતા તે અંગે હજી તપાસ બાકી છે.

અનેક OTT પ્લેટફોર્મ એપના માલિક રડારમાં
મુંબઈ પોલીસના મતે, પોર્ન સ્કેન્ડલની તપાસ છેલ્લાં એક વર્ષથી ચાલી રહી છે. અનેક OTT પ્લેટફોર્મ એપના માલિક તથા જાણીતી હસ્તીઓ રડારમાં છે.

અન્ય સમાચારો પણ છે...