તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબીનો માર:સલમાન-આમિરની સાથે કામ કરી ચૂકેલા એક્ટર્સની આર્થિક સ્થિતિ ખરાબ, કોઈ વેચે છે શાકભાજી તો કોઈ ચલાવે છે કચરાની ગાડી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૉકડાઉનને કારણે જુનિયર આર્ટિસ્ટની સ્થિતિ કફોડી
  • ઘર ચલાવવા કોઈએ ચોકીદારીની નોકરી સ્વીકારી તો કોઈ લારી ચલાવે છે

પોપ્યુલર ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'નો બીજો રનરઅપ બિકી દાસ ઘર ચલાવવા માટે ફૂડ ડિલિવરીનું કામ કરે છે. બિકી દાસ કોલકાતામાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને તેનો અકસ્માત થયો હતો. નેશનલ લેવલના શોમાં ચમક્યા બાદ પણ બિકીની આર્થિક તંગી વિશે જાણીને તમામને નવાઈ લાગી હતી. જોકે, આ પહેલી વાર નથી કે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની વ્યક્તિએ ઘર ચલાવવા માટે નાના-મોટા કામ કરવા પડ્યા હોય. આ પહેલાં પણ સલમાન, આમિર સાથે કામ કરનાર એક્ટર પણ ઈન્ડસ્ટ્રીની ચમકદમકથી દૂર ચોકીદાર કે લારી પર શાકભાજી વેચવાનું કામ કરે છે.

સવી સિદ્ધુ

'બ્લેક ફ્રાઈડે', 'ગુલાલ', 'પટિયાલા હાઉસ' જેવી અનેક બોલિવૂડ ફિલ્મમાં સાઈડ રોલ પ્લે કરનાર ત્રિલોચન સિંહ સિદ્ધ ઉર્ફે સવી સિદ્ધુ આર્થિક તંગીનો ભોગ બન્યો છે. ઘર ચલાવવ માટે મુંબઈની એક બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે કામ કરે છે. 11 કલાકની શિફ્ટમાં કામ કરતા સિદ્ધુએ એક્ટિંગ પહેલાં મોડલિંગ પણ કર્યું હતું. જોકે, તે એક્ટિંગ વર્લ્ડમાં ખાસ સફળ થઈ શક્યો નહીં.

જાવેદ હૈદર

ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન 'બિગ બોસ' ફૅમ ડોલી બ્રિન્દાએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં એક્ટર જાવેદ હૈદર રસ્તા પર શાકભાજી વેચતો જોવા મળ્યો હતો. જાવેદે આમિર ખાનની 'ગુલામ' તથા સલમાનની 'દબંગ' જેવી ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. જાવેદે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે અઢળક ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, હવે તેણે ઘર ચલાવવા માટે શાકભાજી વેચવું પડે છે.

રામવૃક્ષ ગૌર

અનેક ટીવી શોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરનાર રામવૃક્ષ ગૌર પાસે કામ ના હોવાને કારણે તે આઝમગઢમાં શાક વેચે છે. તેમણે કહ્યું હતું કે છેલ્લાં 18 વર્ષમાં તેમણે અનેક ટીવી શો તથા ફિલ્મમાં કામ કર્યું હતું અને પૈસા પણ સારા એવા કમાયા હતા. જોકે, છેલ્લાં 3 વર્ષથી તબિયત ખરાબ હોવાથી કામ કરી શક્યા નહીં. આ દરમિયાન જેટલી પણ બચત હતી, તે સારવારમાં ખર્ચ થઈ ગઈ. રામવૃક્ષનો વીડિયો વાઇરલ થતાં ભોજપુરી ફિલ્મમાં કામ મળ્યું હતું.

દિવાકર સોલંકી​​​​​​​

દિવાકરે આયુષ્માન ખુરાનાની 'ડ્રીમગર્લ' તથા સુશાંત સિંહ રાજપૂતની 'સોનચીડિયા'માં કામ કર્યું હતું. લૉકડાઉન પહેલાં રિશી કપૂરની સાથે ફિલ્મ 'શર્માજી નમકીન'ના શૂટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ શૂટિંગ અટકી પડ્યું હતું. દિવાકરે દિલ્હીમાં ફળ વેચવાની શરૂ કરી હતી.

નિખિલ સહદેવ
સલમાન ખાનની ફિલ્મ 'દબંગ'ના આઈકોનિક ગીત 'મુન્ની બદનામ'માં જોવા મળેલ ડાન્સર મહાદેવ સત્યદેવ આર્થિક તંગીનો ભોગ બન્યો છે. તેનો દીકરો નિખિલ સહદેવ આજકાલ ચાની લારી ચલાવે છે. નિખિલે પિતા મહાદેવની જેમ જુનિયર આર્ટિસ્ટ છે. તેણે 'કમાન્ડો 3'માં કામ કર્યું હતું. નિખિલનો ભાઈ છત્રી વેચી રહ્યો છે.

હસન

​​​​​​​સલમાન ખાનની ફિલ્મ 'સુલ્તાન'માં જુનિયર આર્ટિસ્ટ તરીકે જોવા મળેલ હસન હાલમાં કોન્ટ્રાક્ટમાં BMCની કચરાવાળી ગાડી ચલાવે છે. તેને આ ગાડી ચલાવવા માટે રોજના 200 રૂપિયા મળે છે. તેણે કહ્યું હતું કે કામ બંધ હોવાથી તેણે માંડ માંડ 2 મહિના જેમ તેમ કરીને પસાર કર્યા હતા. જોકે, પછી તેણે ઘર ચલાવવા માટે કચરાની ગાડી ચલાવવાનું શરૂ કર્યું હતું. તેના બીજા મિત્રો ગાર્ડનું તો કોઈ હોસ્પિટલમાં કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...