તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રાઇવિંગની મજા બની સજા:એક્ટર ટાઈગર શ્રોફની વિરુદ્ધ FIRના સમાચારને લઈને માતા આયેશા ભડકી, કહ્યું તમારા ફેક્ટ્સ ખોટા છે

19 દિવસ પહેલા
  • ટાઇગર અને દિશા 1 જૂનના રોજ બપોરે 2 વાગ્યે મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં કારમાં ફરતાં પકડાયાં હતાં
  • બંનેની વિરુદ્ધ કલમ 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ તથા દિશા પટનીની વિરુદ્ધ મુંબઈ પોલીસે FIR દાખલ કરી દીધી છે. બંને 1 જૂનના રોજ બપોરે 2 વાગ્યે મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં કારમાં ફરતા પકડાયા હતા. તેઓ બહાર નીકળવાનું કોઈ ચોક્કર કારણ આપી શક્યા નહોતા, પરંતુ ત્યારે પોલીસે ડોક્યુમેન્ટ્સ ચેક કરીને તેમને છોડી દીધા હતા. હવે પોલીસે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ બંને સામે FIR દાખલ કરી દીધી છે. ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયા પર દિશા પટની અને ટાઇગર શ્રોફનાં લોકડાઉન વચ્ચે ફરવા જવાના સમાચારને લઈને ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફ ભડકી.

મીડિયા ફોટોગ્રાફર વિરલ ભયાણીએ આ અંગે પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું જેમાં તેમણે પણ આ જ વાત જણાવી હતી કે, 'એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટની મંગળવારનાં ડ્રાઇવ પર ગયા હતાં. વિરલની પોસ્ટ જોઈને ટાઈગરની માતા આયેશા શ્રોફ ભડકી. તેમજ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'તમારા ફેક્ટ્સ ખોટા છે. બંને ઘરે આવી રહ્યા હતા અને પોલીસે તેમનું માત્ર આધાર કાર્ડ ચેક કર્યું હતું. કોઈપણ આવા સમયમાં ફરવા જવામાં ઈન્ટ્રેસ્ટેડ નથી. કૃપા કરીને કંઈપણ બોલતા પહેલા ફેક્ટ્સ જરૂરથી ચેક કરો. થેંક્યૂ.’

મુંબઈ પોલીસના અનુસાર, બંનેની વિરુદ્ધ કલમ 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે આ કેસમાં કોઈ ધરપકડ થઈ નથી, કારણ કે તે જામીનપાત્ર ગુનાની શ્રેણીમાં છે. મહારાષ્ટ્રમાં 15 જૂન સુધી કોરોના કર્ફ્યૂ છે અને બહાર જવાની માત્ર સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી છૂટ છે.

મંગળવારે દિશા અને ટાઈગરને મુંબઈ પોલીસે અટકાવ્યા હતા
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, જિમ સેશન બાદ દિશા અને ટાઈગર ડ્રાઈવ પર નીકળ્યાં હતાં. ટાઈગર પાછળ બેઠો હતો, જ્યારે દિશા આગળની સીટ પર હતી. પોલીસે બંનેનાં આધાર કાર્ડ, લાઇસન્સ ચેક કરીને અન્ય ફોર્માલિટી પૂરી કરીને તેમને જવા દીધા હતા.

દિશા અને ટાઇગર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યાં છે.
દિશા અને ટાઇગર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યાં છે.

દિશાએ ટાઈગરના પિતા જેકી શ્રોફની સાથે કામ કર્યું છે
દિશાએ આ વર્ષે માર્ચમાં ટાઈગરની બર્થડે પર ફેમિલીની સાથે ડિનર પણ કર્યું હતું. તેની સાથે ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફ અને માતા આયેશા શ્રોફ પણ હતાં. દિશાએ તાજેતરમાં ટાઈગરના પિતા જેકી શ્રોફની સાથે 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં સ્ક્રીન શેર કરી હતી.

ટાઈગર અને દિશાની અપકમિંગ ફિલ્મ
દિશા 'એક વિલન 2'માં જોવા મળશે, જ્યારે ટાઈગરની અપકમિંગ ફિલ્મ 'હીરોપંતી 2', 'ગણપત' તથા 'બાગી 4' છે. દિશા છેલ્લે 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' માં જોવા મળી હતી તેમજ ટાઈગર 'બાગી-3'માં જોવા મળ્યો હતો.