તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત આત્મહત્યા કેસ:સુશાંતની બહેન શ્વેતાએ વડાપ્રધાન પાસે ન્યાયની માગણી કરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બિહાર સરકારને કહ્યું - આ લોકો નીચતા પર ઊતરી આવ્યા છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્વેતા સિંહ સુશાંત સિંહની સૌથી નાની બહેન છે અને તે ભાઈની નજીક હતી. - ફાઈલ ફોટો - Divya Bhaskar
શ્વેતા સિંહ સુશાંત સિંહની સૌથી નાની બહેન છે અને તે ભાઈની નજીક હતી. - ફાઈલ ફોટો
  • ‘મારો ભાઈ બોલિવૂડમાં આવ્યો ત્યારે એના કોઈ ગોડફાધર નહોતા’, સુશાંતની બહેને PMને સંબોધીને લખ્યું
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં બિહાર સરકાર અને મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધ્યું

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના ફેન્સ, પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સતત CBI તપાસની માગ કરી રહ્યા છે. અમુક રાજકારણીઓ પર આ બાબતે સપોર્ટ કરી રહ્યા છે. હવે આ કેસમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાયની માગણી કરી છે. તેણે મોદીને એક ઓપન લેટર પણ લખ્યો છે.

શ્વેતાએ મોદીને સંબોધીને લખ્યું કે, હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું આ કેસમાં તાત્કાલિક તપાસ માટે વિનંતી કરું છું. અમને ભારતની ન્યાય વ્યવસ્થા પર ભરોસો છે અને કોઈપણ ભોગે ન્યાયની આશા રાખીએ છીએ. ટ્વીટમાં PMOને પણ ટેગ કરવામાં આવ્યું છે.

બોલિવૂડમાં મારા ભાઈના કોઈ ગોડફાધર ન હતા
શ્વેતાએ ઓપન લેટરમાં લખ્યું, સર, મારું દિલ એમ કહે છે કે તમે સત્ય સાથે ઊભા રહેશો. અમે સામાન્ય પરિવારના છીએ. મારો ભાઈ જ્યારે બોલિવૂડમાં આવ્યો ત્યારે તેના કોઈ ગોડફાધર ન હતા. હું તમને વિનંતી કરું છું કે તમે તરત આ કેસ પર ધ્યાન આપો અને એ સુનિશ્ચિત કરો કે બધી તપાસ નિષ્પક્ષ રીતે થાય અને કોઈપણ પુરાવા સાથે ચેડાં કરવામાં ન આવે. ન્યાયની અપેક્ષા છે.

સુશાંત સિંહે 14 જૂને આત્મહત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો પરંતુ તેની આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

બહેન શ્વેતાનો નરેન્દ્ર મોદીને લેટર

શ્વેતાએ સોશિયલ મીડિયા પર સુશાંતનો રૂટીન પ્લાન શેર કર્યો
શ્વેતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે. તેણે સુશાંતના વ્હાઇટ બોર્ડ પર લખેલ પ્લાનનો એક ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું કે, આ રૂટિન તે 29 જૂનથી ફોલો કરવાનો હતો.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- નીચતા પર ઉતરી આવ્યા છે લોકો
સુશાંત સિંહ કેસ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું સ્ટેટમેન્ટ પહેલીવાર સામે આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ કેસમાં CBI તપાસની માગ કરી છે. આ વિશે તેમણે એક મરાઠી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, હું આની નિંદા કરું છું. કોરોના સંકટમાં મુંબઈ અને મહારાષ્ટ્રની પોલીસ કોરોના વોરિયર બનીને દેશ માટે કુરબાન થઇ રહ્યા છે અને આ લોકો આવી નીચતા પર ઊતરી આવ્યા છે. જેની પાસે પણ કોઈ પ્રૂફ કે માહિતી હોય તે લઈને આવે. આરોપીને ફાંસી પર જરૂર લટકાવીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser