તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ લાઈફ સ્ટાર:એક્ટર વિનીત કુમાર ડૉક્ટર પણ છે, ઓનલાઈન રહીને લોકોની મદદ કરે છે, એક્ટ્રેસ પ્રીતિ નર્સ બનીને કોરોનાના દર્દીઓની સારવાર કરે છે

મુંબઈ4 દિવસ પહેલાલેખક: રાજેશ ગાબા
  • કૉપી લિંક
  • હિમાચલની પ્રીતિ નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ એક્ટ્રેસ બની હતી, પરંતુ શૂટિંગ બંધ થયા બાદ કોવિડ સેન્ટરમાં નર્સ બની
  • 'મુક્કેબાજ' સહિતની ફિલ્મમાં કામ કરનાર વિનીત ડૉક્ટર પણ છે, પોઝિટિવ થયા બાદ લોકોને ઓનલાઈન કન્સલ્ટ કરે છે

હિંદી ફિલ્મમાં આપણે એક્ટર્સને ડૉક્ટર્સના રોલ કરતાં જોઈએ છીએ, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાંક એક્ટર્સ પણ છે, જે મેડિકલ સર્વિસ સાથે જોડાયેલા છે અને કોરોનાના આ ભયાનક સમયમાં એક્ટિંગને બદલે લોકોની સારવાર તથા મેડિકલ હેલ્પ કરે છે. 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'મુક્કેબાજ', 'ગોલ્ડ', 'બોમ્બે ટોકીઝ', 'સાંડ કી આંખ' જેવી ફિલ્મના એક્ટિર વિનીતકુમાર ડૉક્ટર પણ છે અને કોવિડ પોઝિટિવ હોવા છતાંય તે સો.મીડિયાના માધ્યમથી લોકોને કન્સલ્ટ કરે છે.

જ્યારે પોતે હેલ્પલેસ થયો ત્યારે સામાન્ય લોકો વિશે વિચાર આવ્યો
વિનીતકુમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અત્યારે હું બનારસમાં કોવિડથી રિકવર થઈ રહ્યો છું. મારા પરિવારના તમામ લોકો પોઝિટિવ થઈ ગયા છે. આ દરમિયાન મારે ફિઝિકલી તથા મેન્ટલી ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મારે કેટલીક એન્ટીબાયોટિક દવાની જરૂર હતી, પરંતુ મળી નહીં. અંતે પંકજ ત્રિપાઠીએ મારી મદદ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું ડૉક્ટર છું, મારી આટલી ઓળખાણ છે, મારા ઘણાં મિત્રો ડૉક્ટર છે. તોય મને આટલી તકલીફ થઈ, એક રીતે અમે હેલ્પલેસ થઈ ગયા હતા. ત્યારે મને વિચાર આવ્યો કે સામાન્ય વ્યક્તિની શું હાલત થઈ હશે.

ત્યારથી હું સો.મીડિયામાં એક્ટિવ છું. લોકોને ઓનલાઈન ગાઈડ કરું છું. અનેક શહેરમાં મારા ડૉક્ટર મિત્ર છે. તેમના સંપર્કમાં રહીને દવા, બેડ તથા અન્ય બાબતો એરેન્જ કરાવી રહ્યો છું. કોઈને પણ કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો મારો સો.મીડિયાાં સંપર્ક કરી શકે છે. હું તેમના કંઈ કામમાં આવી શકું તો મને લાગશે કે મારું જીવન સાર્થક થયું.

એક્ટિંગ તો પછી થઈ જશે, હું પ્રતિજ્ઞા અનુસાર પહેલાં નર્સની ફરજ નિભાવીશ
હિમાચલ પ્રદેશની મંડીની પ્રીતિ વર્ધને હરિયાણામાં નર્સિંગમાંથી ડિપ્લોમા કર્યું અને કુરુક્ષેત્રમાં રાધાકિશન ચિલ્ડ્રન હોસ્પિટલમાં નર્સ તરીકે ત્રણ વર્ષ કામ કર્યું હતું. પછી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નર્સિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને મુંબઈ આવી હતી. 2018થી કોકિલાબેન હોસ્પિટલમાં નર્સિંગની જોબ કરવા લાગી. શરૂઆતથી મોડલિંગ તથા એક્ટિંગમાં રસ હતો, સાથે સાથે મોડલિંગ તથા થિયેટર કરવા લાગી. એક્ટિંગમાં કરિયર બનાવવા માટે ઓડિશન પણ આપતી. પછી ગયા વર્ષે જબલપુરમાં મેડિકલ યુનિવર્સિટીમાંથી MSC કર્યું. પછી મુંબઈ આવીને ઓડિશન આપીને એડ કરવા લાગી. કેટલીક વેબ સિરીઝ તથા ટીવી સિરિયલ્સમાં કામ કર્યું.

કોવિડ કેર સેન્ટરમાં મિત્રો સાથે પ્રીતિ
કોવિડ કેર સેન્ટરમાં મિત્રો સાથે પ્રીતિ

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પ્રીતિએ કહ્યું હતું કે અહીંયાથી અચાનક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. કોવિડને કારણે શૂટિંગ બંધ થઈ ગયા. અહીંયા મારા તમામ મિત્રો પોત-પોતાના ઘરે જતાં રહ્યાં.

જ્યાં હું રહેતી હતી ત્યાં એક આંટીનું ડેથ થયું. આ આંટી ખાસ્સા યંગ હતા. તે મને ઘણો જ પ્રેમ કરતા હતા. ત્યારે મેં વિચાર્યું કે હું ઘરમાં બેસી રહીશ નહીં. થોડીક મદદ કરીશ. પછી ખબર પડી કે મુંબઈના બાંદ્રા BKCમાં જમ્બો કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીંયા અનુભવી નર્સની જરૂર છે, પરંતુ મળતી નથી. ગયા વર્ષે મેં જૂન મહિનામાં જમ્બો કોવિડ સેન્ટર નર્સિંગ સ્ટાફમાં જોઈન કર્યું હતું. હું દિવસ-રાત કોવિડ પેશન્ટ્સની સાથે કામ કરવા લાગી. તેમની સારવાર કરતી અને તેમને મોટિવેટ કરતી. મારી મહેનત તથા ડેડીકેશન જોઈને ડીન ડૉ. રાજેશ ડેરે સરે મને નર્સિંગ સુપરવાઈઝર બનાવી. આને કારણે મારું મોટિવેશન વધ્યું. ત્યારથી લઈ અત્યાર સુધી દિવસ-રાત આમાં જ વ્યસ્ત છું. ભગવાનની કૃપાથી હજી સુધી મને કોરોના થયો નથી. હું દર્દીઓને કહું છું કે માત્ર સાવચેતી રાખો, ખુશ રહો, તમે કોરોનાને હરાવી શકો છો. બીજી વેવમાં કોવિડે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત જોયા. મન વિચલિત પણ થયું, પરંતુ હું હિંમત હારી નથી.

પેરેન્ટ્સ ડરી ગયા હતા
મારા પિતા રવિન્દ્ર કુમાર વર્ધન તથા મમ્મી કૌશલ્યા વર્ધન તથા અન્ય સંબંધીઓ શરૂઆતમાં ડરી ગયા હતા. બધા જ કહેતા કે એક્ટિંગ છોડી દે અને ઘરે આવી જાય. બધું ઠીક થઈ જા પછી મુંબઈ જજે. જોકે, મેં તમામને સમજાવ્યા કે અમે નર્સિંગમાં પ્રતિજ્ઞા લીધી છે કે તમને જ્યારે પણ તક મળે ત્યારે દર્દીઓની મદદ કરવી અને સારવાર કરવામાં પીછેહઠ કરવી નહીં. મને આ પ્રતિજ્ઞા પૂરી કરવાની તક મળી છે અને હું આ કામ કરીશ.

હજી પણ મારા પેરેન્ટ્સને ડર લાગે છે પરંતુ તેમને હાશકારો પણ છે કે દીકરી કંઈક સારું કામ કરી રહી છે. મેં નક્કી કર્યું છે કે બધું ઠીક થઈ જશે પછી શૂટિંગ કરીશ. જોકે, જ્યારે પણ નર્સિંગમાં મારી જરૂર હશે, ત્યારે હુ તે કરીશ.

બોલિવૂડના અસલી ડૉક્ટર

એક્ટર શ્રીરામ લાગુને ડૉ. શ્રીરામ લાગુના નામથી ઓળખવામાં આવતા હતા. તેઓ ENT સ્પેશિયાલિસ્ટ હતા. થિયેટર તથા ફિલ્મમાં તેમણે દાયકા સુધી અનેક રોલ પ્લે કર્યા હતા. અદિતી ગોવિત્રીકર ક્વોલિફાઈડ ગાયનેકોલોજિસ્ટ છે. હાલમાં તે સાયકોલોજિસ્ટ તરીકે કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો