ભૂલ સ્વીકારો:સોનુ સૂદે કહ્યું, ‘ઈન્ડિયા મહામારી માટે ક્યારેય તૈયાર જ નહોતું, આપણાથી ભૂલ થઈ છે અને તે માનવું જ પડશે’

5 મહિનો પહેલા
  • એક્ટરે કહ્યું, આપણે ત્રીજી લહેર પહેલાં તૈયાર રહેવાની જરૂર છે
  • આપણા દેશના GDPમાંથી માત્ર 1થી2% જ હેલ્થકેર પર ખર્ચવામાં આવે છે-સોનુ સૂદ

ગયા વર્ષથી એક્ટર સોનુ સૂદ કોરોના મહામારી દરમિયાન દેશમાં જરૂરિયાતમંદ લોકોની સતત મદદ કરી રહ્યો છે. હવે તે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં ચીન, ફ્રાંસ અને તાઈવાનની કંપનીઓ સાથે મળીને ભારતમાં ઘણા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં લાગી ગયો છે. એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે આ વાત કહી છે. આ સમયે તેણે એ પણ કહ્યું કે, ભારત આ મહામારી માટે ક્યારેય પહેલેથી તૈયાર નહોતું પરંતુ હવે આપણે ત્રીજી લહેર પહેલાં તૈયાર રહેવાની જરૂર છે.

રાજ્યોને ઓક્સિજન પ્લાન્ટ આપશે
સોનુ સૂદે કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ 20 દિવસ પછી કંપનીઓ સાથે એક વર્ચ્યુઅલ મીટિંગ થવાની છે. હું લોજિસ્ટિક્સ પર વધારે મહેનત કરી રહ્યો છું અને વસ્તુઓ ભેગી કરવા મહેનત કરી રહ્યો છું. ઓક્સિજન પ્લાન્ટનો પ્રથમ સેટ મળશે. ફ્રાંસમાંથી ઓક્સિજન પ્લાન્ટ ખરીદીને દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોને આપવામાં આવશે.

ત્રીજી લહેર આવ્યા પહેલાં તૈયાર રહેવું પડશે
એક્ટરે વધુમાં કહ્યું, અમારી આઈડિયા છે કે, કોરોનાની ત્રીજી લહેર માટે પહેલેથી તૈયાર રહીએ. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચવા માટે ટીમમાં સંખ્યા પણ વધારી છે. દરેક કોલ પર 400 લોકોની ટીમ કામ કરી રહી છે. પરંતુ સોનુ સૂદનું માનવું છે કે વસ્તુઓ પહેલેથી ભેગી કરવી જરૂરી છે.

આપણે ક્યારેય મહામારી માટે તૈયાર જ નહોતા
મહામારીમાં ભારતની સ્થિતિ વિશે સોનુએ કહ્યું, આપણા દેશના GDPમાંથી માત્ર 1થી2% જ હેલ્થકેર પર ખર્ચવામાં આવે છે. આથી આપણે મહામારી માટે તો ક્યારેય તૈયાર જ નહોતા. ભારતની વસતી વધારે છે, પરંતુ આ બહાનું ના આપી શકાય. આપણે માનવું જ પડશે કે આપણાથી ભૂલ થઇ છે.

કોરોનાની બીજી લહેરમાં પણ બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત દેશની જનતાની મદદમાં વ્યસ્ત છે. હાલમાં જ સોનુ સૂદે કહ્યું હતું કે તે તથા તેની ટીમ સતત વ્યસ્ત રહે છે. સોનુએ કહ્યું હતું કે તે 22 કલાક સુધી કામ કરે છે. તેને રોજની 40થી 50 હજાર મદદ માટે રિક્વેસ્ટ આવે છે. તે બસ જેમ બને તેમ વધુને વધુ લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરે છે.

કોરોનાની બીજી લહેરમાં પણ બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત દેશની જનતાની મદદમાં વ્યસ્ત છે. હાલમાં જ સોનુ સૂદે કહ્યું હતું કે તે તથા તેની ટીમ સતત વ્યસ્ત રહે છે. સોનુએ કહ્યું હતું કે તે 22 કલાક સુધી કામ કરે છે. તેને રોજની 40થી 50 હજાર મદદ માટે રિક્વેસ્ટ આવે છે. તે બસ જેમ બને તેમ વધુને વધુ લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરે છે.

કેવી રીતે કરે છે મદદ?
સોનુએ કહ્યું હતું, 'હું એમ કહીશ કે તંત્ર પણ મદદ કરી રહ્યું છે, પરંતુ દરેક વ્યક્તિએ મદદ કરવી પડશે. કારણ કે આ સમયે દરેકને કોઈને કોઈ મદદની જરૂર છે. હું કેવી રીતે કરું છું, એ તો મને પણ ખબર નથી. હું અંદાજે 22 કલાક ફોન પર હોઉં છું. અમને રોજની 40થી 50 હજાર મદદ માટેની રિક્વેસ્ટ આવે છે. મારી 10 લોકોની ટીમ માત્રને માત્ર રેમડેસિવિર ઈન્જેક્શન માટે કામ કરે છે. મારી એક ટીમ માત્ર હોસ્પિટલમાં બેડ્સ અરેન્જ કરવામાં વ્યસ્ત છે. શહેરના હિસાબે અમે લોકો ફરીએ છીએ. મારે દેશભરના ડૉક્ટર્સ સાથે વાત કરવાની હોય છે. જેમને જે પ્રકારની મદદની જરૂર હોય, અમે તે રીતે મદદ પહોંચાડીએ છીએ. જે લોકોને અમે મદદ કરી હોય છે, તે પછી અમારી ટીમનો હિસ્સો બને છે. હું તમને કહું તો મને જેટલી પણ રિક્વેસ્ટ આવી છે, તે તમામને પૂરી કરવાનો પ્રયાસ કરું તો અંદાજે 11 વર્ષ થઈ જાય. બહુ જ બધી રિક્વેસ્ટ છે. જોકે, અમારો પ્રયાસ છે કે વધુમાં વધુ લોકોનો જીવ બચી જાય.'

લોકોને બચાવવા છે તો દરિયામાં કૂદકો તો મારવો જ પડશે
સોનુ સૂદે કહ્યું હતું, 'ઘણીવાર અનેક પ્રયાસો બાદ પણ દર્દી ના બચી શકે ત્યારે દુઃખ થાય છે. દેહરાદૂનની સબા નામની યુવતી હતી. તેને પ્રેગ્નન્સીનો છઠ્ઠો મહિનો જતો હતો અને તેને ટ્વિન્સ હતા. સબાની સ્થિતિ ઘણી જ ગંભીર હતી. તેના પતિ તથા બહેને સો.મીડિયાના માધ્યમથી મદદ માગી હતી. અમે તેને હોસ્પિટલમાં બેડ અપાવ્યો, ICUની જરૂર પડી તો એ પણ કર્યું. પછી પ્લાઝ્માની જરૂર પડી તો એ કામ પણ કર્યું. છેલ્લે વેન્ટિલેટરની જરૂર પડી તો એ પણ લાવી આપ્યું હતું. અમને લાગ્યું કે અમે સબાને બચાવી લીધી છે. જોકે, પછી બીજા દિવસે ફોન આવ્યો કે તે હવે આ દુનિયામાં નથી. આ વાત જાણીને ઘણું જ દુઃખ થયું હતું.'

કોરોના પોઝિટિવ હતો ત્યારે 24 કલાક કામ કરતો
સોનુ સૂદે આગળ કહ્યું હતું, 'જ્યારે મને કોરોના થયો ત્યારે હું રૂમમાં બંધ હતો. ત્યારે મારી પાસે 24 કલાક હતા. અત્યારે હું 22 કલાક કામ કરું છું. આઈસોલેશનમાં હતો ત્યારે મિત્રો કહેતા કે સારી સારી ફિલ્મ જોજો. મેં હજી સુધી રિમોટને હાથ લગાવ્યો નથી. મારી પાસે સમય જ નથી. મારો તો મંત્ર છે કે કોઈ પણ વ્યક્તિ હોય પછી તે એક્ટર હોય, શિક્ષક હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કેમ ના કરતો હોય, તે બીજાનો જીવ બચાવી શકે છે.'

અન્ય સમાચારો પણ છે...