દુઃખદ:એક્ટર શિવ સુબ્રમણ્યમે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા, બે મહિના પહેલાં જ દીકરાનું બ્રેન ટ્યૂમરથી અવસાન થયું હતું

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષની ઉંમરમાં દીકરાનું મોત થયું હતું

ફિલ્મ 'ટૂ સ્ટેટ'માં પોતાની દમદાર એક્ટિંગથી ચાહકોના દિલ જીતનાર એક્ટર તથા સ્ક્રીનપ્લે રાઇટર શિવ સુબ્રમણ્યમનું મોડી રાત્રે મુંબઈમાં અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે (11 એપ્રિલના રોજ) કરવામાં આવ્યા હતા. શિવ કુમાર છેલ્લે ફિલ્મ 'મીનાક્ષી સુંદરેશ્વર'માં જોવા મળ્યા હતા. શિવ કુમારનું અવસાન કઈ રીતે થયું તેની માહિતી હજી સુધી મળી નથી.

ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર હંસલ મહેતાએ શિવ કુમારના અવસાનની પોસ્ટ શૅર કરી હતી, જેમાં અંતિમ સંસ્કાર અંગેની વાત પણ કરી હતી. શિવ કુમારના અંતિમ સંસ્કાર 11 એપ્રિલના રોજ સવારે 11 વાગે મોક્ષધામ હિંદુ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા હતા.

2 મહિના પહેલાં દીકરાનું મોત
ફિલ્મમેકર બીના સરવરે શિવ કુમારના અવસાન પર શોક પ્રગટ કર્યો હતો. તેમણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે બે મહિના પહેલાં જ દીકરા જહાનનું બ્રેન ટ્યૂમરને કારણે અવસાન થયું હતું. દીકરાના નિધનના બે મહિના બાદ જ તેમનું અવસાન થયું. પુત્ર 16મો બર્થડે સેલિબ્રેટ કરે તે પહેલાં જ ભગવાનના ધામમાં જતો રહ્યો.'

'ટૂ સ્ટેટ'માં દમદાર ભૂમિકાનાવખાણ કરવામાં આવ્યા હતા
'ટૂ સ્ટેટ'માં દમદાર ભૂમિકાનાવખાણ કરવામાં આવ્યા હતા

આ ફિલ્મમાં કામ કર્યું છે
'ટૂ સ્ટેટ' ઉપરાંત સુબ્રમણ્યમે 'તીન પત્તી', 'પ્રહાર', 'હિચકી', 'નેઇલ પોલીશ', 'રૉકી હેન્ડસમ' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 'પરિંદા', સુધીર મિશ્રાની ફિલ્મ 'હજારો ખ્વાહિશેં એસી'નો સ્ક્રીનપ્લે લખ્યો હતો. ટીવી શો 'મુક્તિ બંધન'માં કામ કર્યું હતું.