તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ટર સંદીપ નાહર સુસાઇડ કેસ:જેના પર હેરાન કરવાનો આક્ષેપ મૂક્યો, તે જ પત્નીએ સંદીપના મૃતદેહને સાથે લઈ એક પછી એક હોસ્પિટલના ચક્કર લગાવ્યા

2 મહિનો પહેલા

'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતના મિત્રનો રોલ પ્લે કરનાર એક્ટર સંદીપ નાહરના મૃતદેહને સાથે લઈને તેની પત્ની 2 હોસ્પિટલના ચક્કર લગાવતી રહી. સંદીપને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા બાદ તેની પત્ની પોલીસને જાણ કર્યા વગર મૃતદેહને પોતાની સાથે ઘરે લઈને આવી.

સંદીપે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. 15 ફેબ્રુઆરીની સાંજે તેની ડેડબોડી લટકતી મળી. મરતા પહેલાં નાહરે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે તે તેની પત્નીને કારણે માનસિક રીતે ઘણો ત્રાસી ગયો છે અને માટે આત્મહત્યા જેવું ડગલું ભરી રહ્યો છે.

સંદીપે ફિલ્મ 'કેસરી'માં એક સૈનિકનો રોલ નિભાવ્યો હતો.
સંદીપે ફિલ્મ 'કેસરી'માં એક સૈનિકનો રોલ નિભાવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સંદીપે તેના રૂમનો દરવાજો બંધ કરીને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી અને જ્યારે તેની જાણ તેની પત્ની કંચન શર્માને થઈને તો તેણે દરવાજો તોડવા માટે કાર્પેન્ટરને બોલાવ્યો હતો. બંનેએ મળીને દરવાજો તોડ્યો. તેની પત્નીએ બે અન્ય લોકો સાથે મળીને સંદીપને પંખેથી નીચે ઉતાર્યો અને તેને નજીકના હોસ્પિટલમાં લઇ ગઈ.

સંદીપની પત્ની કંચન શર્મા- ફાઈલ ફોટો
સંદીપની પત્ની કંચન શર્મા- ફાઈલ ફોટો

કાર્પેન્ટરનું સ્ટેટમેન્ટ મહત્ત્વનું હોઈ શકે
જોકે, સુસાઇડનો કેસ હોવાને કારણે તેને હોસ્પિટલમાં એડમિટ કરવાની ના પાડી દેવાઈ. ત્યારબાદ તેને અન્ય એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ત્યારબાદ કંચન ડેડબોડીને ઘરે પરત લઈને આવી ગઈ હતી અને ઘર આવ્યા બાદ પોલીસને તેની જાણકારી અપાઈ. ત્યારબાદ પોલીસે ડેડબોડી પોતાના કબ્જામાં લઇ લીધી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ જેથી મૃત્યુનું કારણ જાણી શકાય. આ કેસમાં રૂમનો દરવાજો ખોલનારા કાર્પેન્ટરનું સ્ટેટમેન્ટ ઘણું મહત્ત્વનું હોઈ શકે છે. આજે પોલીસ તેનું સ્ટેટમેન્ટ ફાઈલ કરી શકે છે.

સંદીપ નાહરે 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતના મિત્રનો રોલ નિભાવ્યો હતો. (જમણી બાજુ સૌથી પહેલો, સરદારજીના પાત્રમાં)
સંદીપ નાહરે 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતના મિત્રનો રોલ નિભાવ્યો હતો. (જમણી બાજુ સૌથી પહેલો, સરદારજીના પાત્રમાં)

મરતા પહેલાં સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો
મરતા પહેલાં સાંજે સંદીપે તેના સોશિયલ મીડિયા પર 9 મિનિટનો એક વીડિયો અને સુસાઇડ નોટ પોસ્ટ કરી હતી. તેમાં તેણે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે સંદીપે આત્મહત્યા કઈ રીતે કરી. DCP વિશાલ ઠાકુરે કહ્યું, 'સંદીપની પત્ની કંચને જણાવ્યું કે સંદીપની બોડી હેંગિગ પોઝિશનમાં હતી. તેણે બે લોકો સાથે મળીને બોડીને નીચે ઉતારી. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ ખબર પડશે.' આજે બપોર પછી સંદીપનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો