• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Actor Salman Khan Tastes Food For Quality Check Before Distributing 5000 Food Packets To COVID 19 Frontline Workers, Video Viral On Social Media

મદદ:સલમાન ખાને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે 5 હજાર ફૂટ પેકેટની વહેંચણી કરી, કિચનમાં જઈને ફૂડ ક્વોલિટી ચેક કરવાનો વીડિયો વાઈરલ

6 મહિનો પહેલા
  • વીડિયોમાં સલમાન ફ્રન્ટલાઈન વર્કર્સ માટે કિચનમાં બની રહેલા ભોજનની ક્વોલિટી ચેક કરતો નજરે પડે છે. સાથે જ તેણે અન્ય તૈયારીઓનું પણ પરીક્ષણ કર્યું
  • સલમાનની આ મદદ માટે ફેન્સ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યા છે
  • ગયા લોકડાઉનમાં પણ સલમાને ગરીબોની મદદ કરી હતી

દેશમાં કોરોના મહામારીને લીધે મેડિકલ ઈમર્જન્સી જેવી સ્થિતિ બની છે. ગંભીર સ્થિતિમાં સોનુ સૂદ સહિત ઘણા બોલિવુડ સેલેબ્સ જરૂરિયાત લોકોને મદદ કરી રહ્યા છે. સલમાન ખાન પણ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યો છે. રવિવારે સલમાને મુંબઈમાં કોરોનાને નાથવા માટે લડી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સને સપોર્ટ કરવા માટે તેમના માટે 5 હજાર ફૂડ પેકેટ્સ વહેંચ્યા છે. તેને વીડિયો પણ સામે આવ્યો છે.

સલમાને 'ભાઈજાન્સ' કિચનમાં જાતે જ ફૂડ ક્વોલિટી ચેક કરી
વીડિયોમાં સલમાન ફ્રન્ટલાઈન વર્કર્સ માટે કિચનમાં બની રહેલા ભોજનની ક્વોલિટી ચેક કરતો નજરે પડે છે. સાથે જ તેણે અન્ય તૈયારીઓનું પણ પરીક્ષણ કર્યું. સલમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ સલમાનની દરિયાદિલીની પ્રશંસા પણ કરી રહ્યા છે. વાઈરલ ફોટોઝ અને વીડિયોમાં સલમાન ખાન સાથે 'આઈ લવ મુંબઈ'નામના NGOનો સભ્ય રાહુલ કનલ પણ જોવા મળે છે.

સલમાન ભાઈ ફ્રન્ટલાઈન વર્કર્સની ઈજ્જત કરે છે
રાહુલ કનલ શિવ સેનાના યુથ વિંગ 'યુવા સેના'ની કોર કમિટીનો મેમ્બર પણ છે. એક ઈન્ટરવ્યૂમાં રાહુલે કહ્યું કે, સલમાન ફ્રન્ટલાઈન વર્કર્સની ઘણી ઈજ્જત કરે છે. સલમાન ભાઈની માતા પોતાના હાથની રસોઈનું ટિફિન તેમના ઘરની બહાર રહેલા પોલીસ કર્મીને આપે છે. તેવામાં ભાઈએ વિચાર્યું કે લોકડાઉન ચાલી રહ્યું છે અને ફ્રન્ટલાઈન વર્કર્સ 24 કલાક ડ્યુટી પર રહે છે. તેવામાં તેમના ભોજનની વ્યવસ્થા કરી તેમની મદદ કરી શકાય છે.

રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન બિંગ હ્યુમન ફાઈન્ડેશન તરફથી મુંબઈના ફ્રન્ટ લાઈન વર્કર્સ પોલીસ, મેડિકલ સ્ટાફ અને BMC કર્મચારીઓ માટે છેલ્લા ઘણા અઠવાડિયાંથી 'ભાઈજાન્સ' કિચનમાં નાસ્તાની વ્યવસ્થા કરે છે. તેની સાથે 'આઈ લવ મુંબઈ' NGO પણ સલમાનનો સાથ આપી રહ્યું છે.

મિની ટ્રક દ્વારા ફૂડ પેકેટ્સ વહેંચવામાં આવે છે
સલમાનનું 'ભાઈજાન્સ' કિચન મુંબઈની બાંદ્રા (વેસ્ટ)માં છે. શહેરમાં ઘણા વિસ્તારોમાં 'Being Haangryy'નામના મિની ટ્રક દ્વારા ફૂડ પેકેટની વહેંચણી ફ્રન્ટ લાઈન વર્કર્સને કરવામાં આવી રહી છે. ગત વર્ષે પણ લોકડાઉનમાં સલમાને ગરીબ અને જરૂરિયતમંદોને ભોજનથી લઈને જરૂરી સામાન પહોંચાડવામાં મદદ કરી હતી.