તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મની લોન્ડરિંગ કેસ:વિજય માલ્યાનો બંગલો ખરીદનાર એક્ટર સચિન જોષની ધરપકડ, સની લિયોની સાથેના એક ગીત પર બૅન મૂકવામાં આવ્યો હતો

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

EDએ મની લોન્ડરિંગ કેસમાં એક્ટર તથા બિઝનેસમેન સચિન જોષીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જોષીને શનિવાર, 14 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરતાં પહેલાં તેની સાતથી આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જોષીની 22 હજાર કરોડ રૂપિયાના એક કૌભાંડમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે. આ કેસમાં બે અઠવાડિયા પહેલાં મુંબઈના ઓમકારા ગ્રુપ બિલ્ડરના ચેરમેન કમલ ગુપ્તા તથા MD બાબુલાલ વર્માની ધરપકડ કરવામાં આવી હતી.

જોષીએ કિંગફિશર હાઉસ ખરીદ્યું હતું
2003માં સચિન જોષીએ એક્ટ્રેસ સની લિયોની સાથે ફિલ્મ 'જેકપોટ'ના ગીત 'એક્ઝેક્ટલી'માં આપત્તિજનક સીન હોવાને કારણે સેન્સર બોર્ડે બૅન મૂક્યો હતો. સચિન જોષીએ 2017માં વિજય માલ્યાનો ગોવામાં આવેલો કિંગફિશર બંગલો ખરીદ્યો હતો.

સચિન જોષી પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યો છે
આ પહેલાં વેસ્ટ મુંબઈ અંધેરીમાં રહેતા પરાગ સંઘવીએ સચિન જોષી વિરુદ્ધ 58 લાખ રૂપિયાની રોયલ્ટી ના આપવાનો કેસ કર્યો હતો. આ ઉપરાંત સચિનની કંપની પર 30 પૂર્વ કર્મચારીઓએ પગાર ચૂકવ્યો ના હોવાનો આક્ષેપ કર્યો હતો. ઓક્ટોબર, 2020માં સચિન જોષી પર ડ્રગ્સનો એક કેસ કરવામાં આવ્યો હતો.

કોણ છે સચિન જોષી?

  • સચિન JMJ ગ્રુપના માલિક જગદીશ જોષીનો દીકરો છે.
  • સચિન જોષી JMJ ગ્રુપનો પ્રમોટર પણ છે, જે પાન મસાલા, પર્ફ્યૂમ તથા દારૂનો વેપાર કરે છે.
  • સચિન જોષીએ ટોલિવૂડ તથા બોલિવૂડમાં ઘણી ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે.
  • સચિને શ્રીલંકા ક્રિકેટ લીગમાં એક ટીમ ખરીદી હતી.
  • તેણે 'અંજાન', 'મુંબઈ મિરર', 'જેકપોટ', 'વીરપ્પન', 'અમાવસ' જેવી હિંદી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. આ ઉપરાંત તેણે 12થી વધુ સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે.
સચિને 2017માં કિંગ ફિશર વિલા ખરીદ્યો હતો
સચિને 2017માં કિંગ ફિશર વિલા ખરીદ્યો હતો

હજારો કરોડની લોન લીધી છે
EDએ જાન્યુઆરીના અંતમાં મુંબઈમાં પ્રસિદ્ધ ડેવલપર ઓમકાર ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઓમકાર ગ્રુપે ઘણી બેંક પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લીધી છે, જેમાં 450 કરોડ રૂપિયાની લોન યસ બેંકની છે. આ લોન મુંબઈમાં સ્લમ એરિયામાં બિલ્ડિંગ બનાવવા માટે લેવામાં આવી હતી. EDએ બે અઠવાડિયા પહેલાં ઓમકાર ગ્રુપના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના મતે, ઓમકાર ગ્રુપની ઓફિસમાંથી અનેક દસ્તાવેજો મળ્યા હતા. બાબુલાલ તથા કમલનાથ ગુપ્તા પર આક્ષેપ હતો કે બંને તપાસમાં સહયોગ આપ્યો નહોતો અને તેથી તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

રિયલ્ટી સેક્ટરનું મોટું ગ્રુપ
ઓમકાર ગ્રુપ મુંબઈમાં રિયલટી સેક્ટરનું સૌથી મોટું ગ્રુપ છે. મુંબઈના પોશ વિસ્તાર વર્લીમાં 'ઓમકાર 1973'ના નામથી પ્રોજેક્ટ ચાલે છે, આમાં હાઈપ્રોફાઈલ લોકોએ ફ્લેટ ખરીદ્યા છે. ઝૂંપડપટ્ટીમાં બિલ્ડિંગ બનાવનાર આ સૌથી મોટું ગ્રુપ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો