તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ઔર કરો':રણવીર સિંહનો મ્યુઝિક વીડિયો 'ઔર કરો' રિલીઝ, કહ્યું- આ ગીત ટેલેન્ટને પૈસાનું મશીન માનનારા પ્રોડ્યુસર પર પ્રહાર

4 મહિનો પહેલા

એક્ટર રણવીર સિંહના મ્યુઝિક લેબલ IncInk હેઠળ મંગળવારે મ્યુઝિક વીડિયો 'ઔર કરો' રિલીઝ થયો. આ સોન્ગમાં અન્ય રેપ કલાકારો સાથે રણવીર સિંહ પણ મસ્તી કરતો દેખાયો છે. હાલમાં જ રણવીરે આ મ્યુઝિક વીડિયો સાથે જોડાવાનું કારણ જણાવ્યું છે. આ સિવાય તેણે એવું પણ કહ્યું કે આ ગીત પ્રોડ્યુસર પર વાર કરે છે, જે ટેલેન્ટેડ લોકોને પૈસા બનાવવાનું મશીન સમજે છે.

રણવીરે કહ્યું, 'IncInk ના પાગલ લોકો આ વખતે ખુદથી પણ આગળ નીકળી ગયા છે. મ્યુઝિકને લઈને ગીતના શબ્દો અને ગીતની તાકાતનો મામલો છે, અથવા સ્ટોરી અને કેરેક્ટરાઈઝેશનની વાત હોય 'ઔર કરો' પાગલપન અને હુનરમંદિનો એક ઓનસ્ક્રીન ધમાકા છે.'

રણવીરે આગળ કહ્યું, 'આ વીડિયોનો કન્સેપ્ટ સાંભળીને જ મેં કહ્યું હતું કે મને સાઈન કરો. મને આનો હિસ્સો બનવું જ હતું. તો તે લોકોએ તે સોન્ગ વચ્ચે એક શોટમાં મને એરડ્રોપ કરવાનો ઉપાય શોધી જ લીધો. ફિલ્મ અને મ્યુઝિકની દુનિયામાં જ આવું થાય છે, જ્યાં કોઈ નિયમ નથી ચાલતા. આ વસ્તુ મને સહજતાનો અનુભવ કરાવે છે અને હું આને ઘણો પ્રેમ કરું છું.'

ગીત મારફતે પ્રોડ્યુસર્સને આડે હાથ લીધા
એક્ટરે જણાવ્યું કે, 'આ સોન્ગની થીમમાં પ્રહાર છે, તે પ્રોડ્યુસર્સ પર જે ટેલેન્ટેડ લોકોને પૈસા બનાવવાનું મશીન માની લે છે. તે જ નજરે જોયા પણ કરે છે. તેના પર હંમેશાં મસાલા મ્યુઝિક વધુ બનાવતા રહેવાનું પ્રેશર આપતા રહે છે. અમે તેમના પર પ્રહાર કર્યો છે. આ ગીતમાં કલાકારોએ પોતાના અંદરના દ્વંદ્વને પણ રજૂ કર્યો છે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો