તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાનાએ નામ કન્ફર્મ કર્યું:રણધીર કપૂરે કહ્યું, ‘હા, કરીના અને સૈફના નાના દીકરાનું નામ ‘જેહ’ પાડ્યું છે, એક અઠવાડિયાં પહેલાં જ ફાઇનલ કર્યું’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પારસી ભાષામાં ‘જેહ’ શબ્દનો અર્થ ‘ટુ કમ, ટુ બ્રિંગ’ થાય છે. - Divya Bhaskar
પારસી ભાષામાં ‘જેહ’ શબ્દનો અર્થ ‘ટુ કમ, ટુ બ્રિંગ’ થાય છે.
  • પટૌડી કે કપૂર પરિવાર તરફથી સૈફ અને કરીનાના નાના દીકરાના નામની ઓફિશિયલ જાહેરાત થઈ નથી
  • રણધીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં ‘સૈફીના’ના દીકરાનું નામ કન્ફર્મ કર્યું છે

એક્ટર રણધીર કપૂરે કન્ફર્મ કર્યું છે કે સૈફીનાએ તેમના નાના દીકરાનું નામ ‘જેહ’ (Jeh) પાડ્યું છે. આની પહેલાં એવા ન્યૂઝ આવ્યા હતા કે કરીના કપૂર અને સૈફ અલી ખાન 21 ફેબ્રુઆરીએ જન્મેલા તેમના બીજા દીકરાને ‘જેહ’ કહીને બોલાવે છે. જોકે પટૌડી કે કપૂર પરિવાર તરફથી સૈફ અને કરીનાના દીકરાના નામની ઓફિશિયલ જાહેરાત થઈ નથી, પરંતુ, રણધીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં સૈફીના દીકરાનું નામ કન્ફર્મ કર્યું છે.

‘હા, કરીના અને સૈફના નાના દીકરાનું નામ જેહ છે’
રણધીર કપૂરે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હા, કરીના અને સૈફના બીજા દીકરાનું નામ જેહ પાડ્યું છે. એક અઠવાડિયાં પહેલાં આ નામ ફાઈનલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે જેહ લેટિન વર્ડ છે. એનો અર્થ બ્લુ ક્રેસ્ટેડ બર્ડ (એક જાતનું પક્ષી) એવો થાય છે. નીલા રંગનું શરીર અને માથે કલગી હોય છે. પારસી ભાષામાં આ શબ્દનો અર્થ ટુ કમ, ટુ બ્રિંગ થાય છે.

રણધીર કપૂરે નામ કહેતાં પહેલાં એવી ચર્ચાઓ થઈ રહી હતી કે સૈફ અને કરીનાએ આ નામ ટેમ્પરરી રાખ્યું છે. કરીના-સૈફે વિવિધ નામ વિચાર્યા હતા, જેમાં સૈફના પિતાનું નામ મન્સૂર અલી ખાન પટૌડી પણ હતું. તૈમુરના જન્મ વખતે સૈફ અને કરીનાએ સોશિયલ મીડિયા પર દીકરાનું નામ કહેવામાં વાર નહોતી કરી. તેનું નામ અને ફોટો અમુક જ દિવસોમાં સો. મીડિયા પર વાઈરલ થવા લાગ્યાં હતાં, પણ નાના દીકરામાં સૈફ-કરીનાએ ઘણો ટાઈમ લીધો.

તૈમુરના જન્મ પછી તેના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.
તૈમુરના જન્મ પછી તેના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

તૈમુરના જન્મ સમયે વિવાદ થયો હતો
કરીનાએ પહેલા દીકરા તૈમુરને 2016માં જન્મ આપ્યો હતો. એ સમયે કરીનાએ દીકરાના જન્મના થોડાક જ કલાકોમાં નામ તથા તસવીર જાહેર કરી દીધાં હતાં. દીકરાના નામને કારણે ઘણો જ વિવાદ થયો હતો. લોકોએ કરીનાને દીકરાનું નામ બદલી નાખવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં તૈમુર એક ખૂની યૌદ્ધા તરીકે કુખ્યાત હતો. 14મી સદીમાં તેણે અનેક યુદ્ધો કરીને ઘણા દેશો જીત્યા હતા. કહેવાય છે કે તૈમુરલંગને પોતાના દુશ્મનોનાં માથાં કાપીને ભેગા કરવાનો શોખ હતો. 'તૈમુરલંગઃ ઈસ્લામ કી તલવાર, વિશ્વવિજેતા'ના લેખક જસ્ટિન મારોજ્જીના મતે, તે જમાનો એવો હતો કે યુદ્ધ સૌથી તાકતવાર લોકો સાથે લડવામાં આવતા હતા.

તૈમુર તેના નાના ભાઈ સાથે.
તૈમુર તેના નાના ભાઈ સાથે.

બીજા દીકરાના જન્મ સમયે કરીના નવા ઘરમાં શિફ્ટ થઈ
બીજા દીકરાના જન્મ સમયે કરીનાએ પોતાના જૂના ઘર ફોર્ચ્યુન હેઇટ્સની બાજુમાં જ નવું ઘર ખરીદ્યું છે.

કરીનાએ પ્રેગ્નન્સીમાં કામ ચાલુ રાખ્યું હતું
કરીનાએ ફર્સ્ટ પ્રેગ્નન્સીની જેમ જ સેકન્ડ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું હતું. તેણે આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પણ દિલ્હીમાં કર્યું હતું. કરીનાએ હજી સુધી એકપણ ફિલ્મ સાઈન કરી નથી. છેલ્લે, તે ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'માં જોવા મળી હતી. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી.