રણબીર કોરોના પોઝિટિવ:એક્ટરની માતા નીતુ સિંહે કન્ફર્મ કરી કહ્યું, ‘મારો દીકરો કોવિડ પોઝિટિવ છે; હાલ તે હોમ ક્વૉરન્ટીન છે’

એક વર્ષ પહેલા
  • થોડા મહિના પહેલાં રણબીરની માતા નીતુ સિંહ શૂટિંગ દરમિયાન સંક્રમિત થઈ હતી
  • અંકલ રણધીર કપૂરે કહ્યું, ‘હું સિટીમાં નથી; મને વધારે ખબર નથી’

એક્ટર રણબીર કપૂરની તબિયત લથડી છે. આ વાતની પુષ્ટિ રણબીરના અંકલ એક્ટર રણધીર કપૂરે કરી છે. જોકે તેમણે ચોખવટ નથી કરી કે રણબીરને શું થયું છે? તેમણે કહ્યું, કદાચ રણબીર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. રિપોર્ટ પ્રમાણે, રણબીરે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે. તેની માતા નીતુ સિંહે કન્ફ્રર્મ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.

નીતુએ લખ્યું કે ‘તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ છે, હાલ તેની સારવાર ચાલુ છે. તે હોમ ક્વૉરન્ટીન છે અને દરેક બાબતોનું ધ્યાન રાખી રહ્યો છે.’

‘શું થયું એ મને ખબર નથી’
એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન રણધીરે કહ્યું, રણબીર સ્વસ્થ નથી, પરંતુ મને નથી ખબર તેને શું થયું છે; હું સિટીમાં નથી.

માતાને થયો હતો કોરોના
થોડા મહિના પહેલાં રણબીરની માતા નીતુ સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના શૂટિંગ દરમિયાન સંક્રમિત થઇ ગઈ હતી. કો-એક્ટર વરુણ ધવન પણ કોવિડ-19 પોઝિટિવ હતો. જોકે નીતુ અને રણબીર થોડા દિવસોમાં સ્વસ્થ થઇ ગયાં હતાં. આ વાતની જાણકારી બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આપી હતી.

ન્યૂ યર સેલિબ્રેશન
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ તથા રણવીર સિંહ-દીપિકા પાદુકોણ નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે રણથંભોર ગયાં હતાં. તમામ સ્ટાર્સે અહીં નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. રણબીર કપૂરની માતા નીતુ સિંહ, આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન સાથે જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પણ રણથંભોર આવ્યા હતા.

નીતુ સિંહ દીકરી રિદ્ધિમા કપૂર સાથે.
નીતુ સિંહ દીકરી રિદ્ધિમા કપૂર સાથે.
નીતુ સિંહ દૌહિત્રી સમારા સાથે
નીતુ સિંહ દૌહિત્રી સમારા સાથે
આલિયા ભટ્ટે આ તસવીર શૅર કરી હતી
આલિયા ભટ્ટે આ તસવીર શૅર કરી હતી

રણબીરની અપકમિંગ ફિલ્મ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર હાલ ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યો છે. તે ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મોની રૉય લીડ રોલમાં હશે. તે ડિરેક્ટર લવ રંજનની એક અનટાઈલ્ડ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે પણ દેખાશે.

‘એનિમલ’ ફિલ્મ
સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’માં પણ દેખાશે. ફિલ્મમાં પરિણીતી ચોપરા, અનિલ કપૂર અને બૉબી દેઓલ લીડ રોલમાં છે.દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ડાયલોગ રાઇટર્સે જણાવ્યું, સંદીપ રેડ્ડી વાંગા સાથે અમે 'કબીર સિંહ' પણ કરી હતી. તે લાર્જર ધેન લાઈફ ફિલ્મ જ વિચારે છે, 'એનિમલ' પણ એવી જ છે. સંદીપે આને ક્રાઇમ ડ્રામા જોનર નામ આપ્યું છે. એમાં ફેમિલી પણ ઇન્વોલ્વ છે. દીકરો પોતાના પિતાને કહી રહ્યો છે કે તે આવતો જન્મ લેશે, તેમાં તે પિતા બને. પછી તે દીકરાને કેમ પ્રેમ કરાય એ પોતાના પિતાને શીખવશે. સંદીપે આ રીતે આને ઘણું ઈમોશનલ બનાવ્યું છે. પહેલી ફિલ્મ 'કબીર સિંહ' કપલના રોમાન્સની સ્ટોરી હતી. અહીં બાપ દીકરાના પ્રેમની સ્ટોરી છે.

હજુ રણબીર અને પરિણીતીના રીડિંગ સેશન કે મીટિંગ નથી થઇ. રાઇટિંગ પૂરું થયા બાદ ફેબ્રુઆરી એન્ડમાં બધા રીડિંગ સેશનમાં જોડાશે.