તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લીગલ મેટર:એક્ટર પ્રોડ્યુસર સચિન જોશીએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી, એક કિલો સોનાની ખરીદી સાથે જોડાયેલો કેસ

4 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

એક્ટર પ્રોડ્યુસર સચિન જોશીએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સચિનનો આરોપ છે કે એક કિલો સોનાની ખરીદીમાં તેમની સાથે ફ્રોડ થયો છે. આ સોનુ તેણે સતયુગ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગોલ્ડ સ્કીમ યોજના હેઠળ ખરીદ્યું હતું. સચિન અનુસાર શિલ્પા અને રાજ જ આ કંપનીના પ્રમુખ છે.

જ્યારે શિલ્પા અને રાજના નજીકના લોકોનું કહેવું છે કે સચિન જોશીએ આવું કરીને ખુદ માટે આફતને આમંત્રણ આપ્યું છે. કારણકે સચિનને સોનુ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તે કોર્ટમાં રકમ જમા નથી કરતા. અંદરના સૂત્રે તો ત્યાં સુધી કહ્યું કે શિલ્પા અને રાજે તો પહેલેથી જ સચિન પર ચેક બાઉન્સનો કેસ ફાઈલ કરાવીને રાખ્યો છે.

કોર્ટની નજર હેઠળ રહેશે તે સોનુ
સૂત્રોના જણાવ્યા મુજબ, '11 સપ્ટેમ્બરે માનનીય હાઈ કોર્ટે 7 સપ્ટેમ્બરે 2020ના તે આદેશને બદલી નાખ્યો જેમાં સચિન જોશીને કોર્ટમાં જમા પડેલા એક કિલો સોનાને મેળવવાની મંજૂરી આપી દીધી હતી. નવા આદેશમાં કોર્ટે સચિનને સોનુ લેતા અટકાવી હાલ તેને કોર્ટની નજરમાં ત્યાં સુધી સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે જ્યાં સુધી આ બંને પાર્ટીઓ મેટરને સોલ્વ ન કરી દે.'

આ છે આખી મેટર
જોશીના જણાવ્યા મુજબ માર્ચ 2014માં તેણે સતયુગ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી 18.58 લાખ રૂપિયામાં એક કિલો સોનુ ખરીદ્યું હતું. તે સમયે પાંચ વર્ષની યોજના હેઠળ તેને એક ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યું હતું અને દાવો કરવામાં આવ્યો કે નિશ્ચિત સમય પૂરો થયા બાદ તે તેના બદલામાં સોનુ લઇ શકે છે.

ઇન્વેસ્ટમેન્ટના સમયે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા આ જ કંપનીમાં પ્રમુખ પદો પર નિયુક્ત હતા. માર્ચ 2019માં પાંચ વર્ષ પૂરા થયા બાદ જોશીએ જ્યારે આ કાર્ડને વટાવવાની ટ્રાય કરી તો તેને ખબર પડી કે કંપનીની બાંદ્રા-કુર્લા સ્થિત ઓફિસ બંધ થઇ ગઈ છે. ત્યારબાદ તે સતત કંપનીનો સંપર્ક કરતા રહ્યા પણ તેને કોઈ જવાબ ન મળ્યો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો