તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોટી અફવા વિરુદ્ધ કેસ:એક્ટર મોહિત રૈનાએ કથિત મહિલા શુભચિંતક સહિત 4 લોકો સામે કેસ કર્યો

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોહિત રૈનાએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ કેસ કર્યો

'દેવો કે દેવ મહાદેવ'થી જાણીતો બનેલો મોહિત રૈનાએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ કેસ કર્યો છે. FIRમાં મોહિત રૈનાએ દાવો કર્યો છે કે તેના નામનો ખોટો ફાયદો ઉઠાવીને કેટલાંક લોકોએ સો.મીડિયામાં ફૅક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનને સો.મીડિયામાં તેની કથિત શુભચિંતક સારા શર્મા લીડ કરતી હતી.

સો.મીડિયામાં ખોટું અભિયાન ચલાવવાનો આક્ષેપ
'મોહિત બચાઓ' નામથી શરૂ કરવામાં આવેલા અભિયાનમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોહિત રૈનાના જીવને જોખમ છે. સુશાંત સિંહ રાજપૂતની જેમ જ તેનું મોત થઈ શકે છે. જોકે, આ પ્રકારની પોસ્ટ વાઇરલ થતાં મોહિતે દાવો કર્યો હતો કે તે ફિટ છે અને આ બધી અફવા છે.

મોહિતે કહ્યું હતું, ' 'હું મારી જાતને ઘણો જ નસીબદાર માનું છે. તમે તથા મારા ચાહકો મારા માટે ચિતિંત છે, પરંતુ હું એકદમ ઠીક છું. તબિયત સારી છે. આઈસોલેશનમાં છું. રિકવરી કરી રહ્યો છું. આ જ કારણે મને કોઈને મળવાની પરવાનગી નથી. હું પોસ્ટ રિકવરી સ્ટેજમાં છું. તમારા આ એફર્ટ તથા ચિતિંત થવા માટે થેક્યૂ સો મચ.'

કોર્ટના આદેશ બાદ પોલીસે કેસ કર્યો
સો.મીડિયામાં વાઇરલ આ અફવા બાદ મોહિતે બોરિવલી કોર્ટમાં કેસ દાખલ કરવાની માગણી કરી હતી. બોરિવલી કોર્ટે સંબંધીત પોલીસને મોહિતનો જવાબ લઈને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ગોરેગાંવ પોલીસે મોહિતનું નિવેદન રેકોર્ડ કર્યું હતું અને સારા શર્મા તથા તેના સાથીઓ પરવીન સર્મા, આશિવ શર્મા તથા મિથિલેશ તિવારી વિરુદ્ધ કેસ કર્યો હતો.

આ ચારેય પર આક્ષેપો
એક્ટરની ફરિયાદ બાદ પોલીસે ચારેય પર ક્રિમિનલ ષડયંત્ર રચવાનો, પોલીસને ખોટી માહિતી આપવાનો, ધમકી આપવાનો તથા ખંડણી માગવાનો કેસ દાખલ કર્યો છે.

મહાદેવના પાત્રે લોકપ્રિય બનાવ્યું
‘કાફિર’, ‘ભૌકાલ’, ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’માં કામ કરી ચૂકેલો મોહિત 'દેવો કે દેવ મહાદેવ'ને કારણે ઘેર ઘેર લોકપ્રિય થયો હતો.