આખી દુનિયામાં 'KGF-2' ફિલ્મ ધૂમ મચાવી રહી છે. વર્લ્ડવાઇડ 1100 કરોડથી વધુનું કલેક્શન થઇ ચૂક્યું છે. હજુ પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ વચ્ચે ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. 54 વર્ષીય 'KGF-2' એક્ટર મોહન જુનેજાનું લાંબી બીમારી બાદ આજે, એટલે કે શનિવારે સવારે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. એક્ટર અને કોમેડિયન મોહન જુનેજાએ અચાનક વિદાય લેતાં તેમનાં પરિવારજનો અને ફેન્સ શોકમાં ગરકાવ થઇ ગયા છે.
મોહન જુનેજા સાઉથના ફેમસ એક્ટર હતા. તેઓ 'KGF-2'માં પત્રકારના રોલમાં જોવા મળ્યા હતા. તેમણે કન્નડ, તમિળ, તેલુગુ, મલયાલમ અને હિન્દી સહિત 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમની ‘KGF’, ‘લક્ષ્મી’, ‘વૃંદાવન’, ‘પેડપાડે’, ‘કોકો’ અને ‘સ્નેહીથારુ’ મોહનની જાણીતી ફિલ્મો છે. 'સેન્ડલવૂડ' તરીકે જાણીતી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મોહન જુનેજાની અણધારી વિદાયથી પૂરી ન શકાય એવી ખોટ પડી છે.
મોહન જુનેજાની એક્ટિંગ વિશે વાત કરવામાં આવે તો તેમને બાળપણથી જ એક્ટર બનવાનો શોખ હતો. કોલેજના દિવસોમાં પણ તેઓ નાટકોમાં એક્ટિંગ કરતા હતા. તેમણે 2008માં કન્નડ ફિલ્મ 'સંગમા'થી એક્ટર તરીકે શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મો સિવાય ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ 'KGF-2' હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.