બોલિવૂડમાં કોરોના / એક્ટર કિરણ કુમારનો રિપોર્ટ પોઝિટિવ, છેલ્લાં 10 દિવસથી ઘરમાં ક્વૉરન્ટીન છે

Actor Kiran Kumar's corona report is positive, he has been quarantined at home for the last 10 days
X
Actor Kiran Kumar's corona report is positive, he has been quarantined at home for the last 10 days

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 11:22 AM IST

મુંબઈ. બોલિવૂડ તથા ગુજરાતી એક્ટર કિરણ કુમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ ઘરે જ ક્વૉરન્ટીન છે. 10 દિવસ પહેલાં તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે, તેઓ બીજો ટેસ્ટ 25 કે 26 મેએ કરાવશે.

કોઈ જ લક્ષણો નહોતા
કિરણ કુમારે કહ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં એક નાનકડી તપાસ કરવા માટે ગયા હતાં. ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને કેટલાંક પ્રારંભિક ટેસ્ટ કરાવવા પડ્યાં હતાં. તેમને લાગે છે કે સાવચેતી દાખવીને તેમણે શરૂઆતમાં જ કોવિડ 19નો ટેસ્ટ કરાવી લીધો. આ જ કારણથી તેમને પોઝિટિવ હોવાની જાણ થઈ. 

બિલકુલ સ્વસ્થ
વધુમાં કિરણ કુમારે કહ્યું હતું કે તેમની અંદર કોઈ પ્રકારના લક્ષણો જોવા મળ્યાં નહોતાં. ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડી નહોતી. તેઓ પૂરી રીતે ઠીક છે. લક્ષણો ના હોવાથી તેમને પહેલાં તપાસ કરાવવાની જરૂર લાગી નહીં. 

બે માળનું ઘર છે
કિરણ કુમારે આગળ કહ્યું હતું કે તેમણે પોતાને ઘરમાં ક્વૉરન્ટીન કર્યાં છે. ઘરમાં બે માળ છે, તેથી તેમના ઘરમાં જગ્યાની કોઈ સમસ્યા નથી. તેમની પત્ની તથા દીકરી પહેલાં માળે રહે છે અને પોતે ટોપ ફ્લોર પર આઈસોલેટ છે. હવે તેઓ 25 કે 26 મેએ ટેસ્ટ કરાવશે. 

બોલિવૂડમાં આ પહેલાં પણ સેલેબ્સ ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે
બોલિવૂડમાં સૌ પહેલાં સિંગર કનિકા કપૂરનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ફિલ્મ પ્રોડ્યૂસર કરીમ મોરાની તથા તેમની બે દીકરીઓ, એક્ટર પૂરબ કોહલી, એક્ટર ફ્રેડી દારૂવાલાના પિતા, એક્ટર સત્યજીત દૂબેની માતા કોરોના પોઝિટિવ હતાં. બોની કપૂરના ઘરે ત્રણ નોકર તથા ફરાહ અલી ખાનના ઘરે કામ કરતાં એક સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ હતો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી