માનહાનિ કેસ:ધનુષને બાયોલોજિકલ દીકરો હોવાનો દાવો કરનાર કપલને એક્ટરે લીગલ નોટિસ ફટકારી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર ધનુષ પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. હકીકતમાં મદુરાઈનું એક કપલ ધનુષને પોતાનો દીકરો હોવાનો દાવો કરી રહ્યું છે. હવે એક્ટર અને તેના પિતા કસ્તુરી રાજાએ કપલને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, કપલે એ કહેવાનું બંધ કરવું પડશે કે ધનુષ તેમનો દીકરો છે. સાથે જ નોટિસમાં કપલને પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.

એક્ટરે મોકલી કપલને લીગલ નોટિસ
એક્ટરના વકીલ એસ હાજા મોહિદ્દીન ગિશ્તીએ નોટિસમાં કહ્યું, મારા ક્લાઈન્ટ્સ તમને બંનેને તેમની વિરુદ્ધ ખોટા અને બદનક્ષીભર્યા આરોપોથી દૂર રહેવા માટે કહે છે. જો તમે આવું નહીં કરો તો મારા ક્લાઈન્ટ તેમના અધિકારોની રક્ષા માટે અને તમને આગળ વધવાથી રોકવા માટે કોર્ટમાં અપીલ કરવા માટે હકદાર છે. તમારા પર બદનક્ષી અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે."

ધનુષે કપલને માફી માગવા માટે કહ્યું
ધનુષ અને તેના પિતાએ કપલને એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરવા માટે કહ્યું છે. જેમાં કપલે તેમના પર ખોટા આરોપો લગાવવા માટે માફી માગવી પડશે. નોટિસના અનુસાર, આવું નહીં કરવામાં આવે તો કપલને વળતર તરીકે માનહાનિ માટે 10 કરોડ રૂપિયા આપવા પડશે.

કપલે ધનુષ પાસેથી 65 હજાર રૂપિયા માસિક વળતરની માગ કરી હતી

ધનુષ અને તેના પિતાએ કપલને એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરવા માટે કહ્યું છે.
ધનુષ અને તેના પિતાએ કપલને એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરવા માટે કહ્યું છે.

મદુરાઈ હાઈકોર્ટની બેન્ચ દ્વારા કાથીરેસનની અરજીને ફગાવી દીધા પછી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આ કેસ સંબંધિત ધનુષની વિરુદ્ધ નોટિસ જાહેર કરી હતી. કથીરેસન અને મીનાક્ષીએ દાવો કર્યો હતો કે ધનુષ તેમનો ત્રીજો દીકરો છે અને તે કથિત રીતે પોતાનું શહેર છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કરિયર બનાવવા માટે ચેન્નઈ ગયો હતો. રિપોર્ટ્સના અનુસાર, કપલે કથિત રીતે ધનુષ પાસેથી માસિક 65,000 રૂપિયાના વળતરની પણ માગ કરી હતી.