દિગ્ગજ અભિનેતાએ વીડિયો જાહેર કર્યો:ધર્મેન્દ્રએ આપી સ્વસ્થ હોવાની જાણકારી, કહ્યું- ભવિષ્યમાં મારું ધ્યાન રાખીશ

3 મહિનો પહેલા

ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ ટ્વિટ કરી એક વીડિયો શેર કર્યો છે. તેમને આ વીડિયો રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ શેર કર્યો છે. સાથે જ તેમને જાણકારી આપી છે કે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે તેઓ સ્વસ્થ છે.

સાથે ભવિષ્યમાં પોતાનું ધ્યાન રાખશે તેમ પણ વીડિયોમાં જણાવ્યું છે. વીડિયોમાં ધર્મેન્દ્ર એમ પણ જણાવી રહ્યાં છે કે તેમના મસલ્સમાં ખેંચ આવી ગઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમને પોતાના પ્રશંસકોને એક સલાહ આપી કે કોઈ પણ વસ્તુ વધુ પ્રમાણમાં ન કરવી જોઈએ.

ધર્મેન્દ્રએ કહ્યું કે, "મિત્રો, કોઈ પણ વસ્તુ વધુ પડતી ન કરો, મેં કરી અને મારે મુશ્કેલી અનુભવી પડી, મારા મસલ્સ ખેંચાય ગયા. જેના કારણે મને હોસ્પિટલ જવું પડ્યું. બે-ચાર દિવસ મુશ્કેલીમાં પસાર થયા પરંતુ હવે હું સ્વસ્થ છું, પાછો આવી ગયો છું. તમારી પ્રાર્થના રંગ લાવી, ભગવાનનો આશીર્વાદ હતો. કોઈ પણ વસ્તુ વધુ ન કરો.હવે હું મારું ધ્યાન રાખીશ."

પહેલા સમાચાર હતા કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાં જ રહેવું પડશે
લગભગ ચાર દિવસ પહેલા લિજેન્ડ એક્ટર ધર્મેન્દ્રને સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ રિપોર્ટ મુજબ તેમને હાલ ICUમાંથી બહાર લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમના પુત્ર સની દેઓલ આજે તેમને મળવા ગયા હતા.

સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રનું સ્વાસ્થ્ય પહેલા કરતા વધુ સારું પરંતુ હજુ તેઓ ડોકટરના ઓર્બ્ઝેવશન હેઠળ થોડો દિવસ હોસ્પિટલમાં જ રહેશે. જો કે હજુ સુધી દિગ્ગજ અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે હવે દિગ્ગજ અભિનેતાએ પોતે તે વાતની જાણકારી આપી છે કે તેઓ હવે સ્વસ્થ છે.

અભિનેતા ધર્મેન્દ્રએ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના કાસ્ટની તસવીર શેર કરી હતી
આ વર્ષની શરૂઆતમાં જ જાન્યુઆરીમાં ધર્મેન્દ્રએ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ કોવિડ-19નો બુસ્ટર ડોઝ લેતા જોવા મળ્યા હતા. તેમને લખ્યું હતું કે, "મિત્રો, વિન્રમ અનુરોધ, કૃપ્યા બુસ્ટર ડોઝ લઈ લો." ગત વર્ષે નવેમ્બરમાં ધર્મેન્દ્રએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોતાની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ટીમની એક તસવીર શેર કરી હતી.

ફોટોમાં તેમની સાથે શબાના આઝમી, આલિયા, રણવીર અને ડાયરેક્ટર કરણ જોહર હતા. તસવીરની સાથે કેપ્શનમાં તેમને લખ્યું હતું, "દોસ્તો, પ્રેમ, મહોબ્બત, માન-સન્માન એટલું મળ્યું છે... ખબર જ ન પડી કે હું નવા યુનિટની સાથે કામ કરી રહ્યો છું."

વર્કફ્રંટની વાત કરીએ તો ધર્મેન્દ્ર વર્ષ 2007માં આવેલી ફિલ્મ 'અપને'ની સીક્વલમાં જોવા મળશે. ફિલ્મ માટે તેઓ પોતાના પુત્ર સની અને બોબીની સાથે ફરી જોવા મળશે. આ ફિલ્મમાં તેમના પૌત્ર કરણ દેઓલ પણ દેખાશે. આ ઉપરાંત ધર્મેન્દ્ર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં પણ જોવા મળશે, જેનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે.

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન અને શબાના આઝમી પણ છે. જયાની સાથે ધર્મેન્દ્ર 48 વર્ષ પહેલા છેલ્લી ફિલ્મ વર્ષ 1975માં 'શોલે'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ફેબ્રુઆરી-2023માં રજૂ થશે.

અન્ય સમાચારો પણ છે...