બોલિવૂડમાં કોરોના કહેર:હવે અર્જુન રામપાલ કોરોના સંક્રમિત થયો, નીલ નિતિન મુકેશ અને તેની 2 વર્ષની દીકરી પણ કોરોનાની ઝપટમાં

એક વર્ષ પહેલા
બંને હાલ ઘરે જ ક્વોરન્ટીન છે
  • અર્જુન અને નીલ બંનેએ આ વાતની જાણકારી સો.મીડિયા પર આપી છે

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કોરોના કહેર વધી જ રહ્યો છે. રોજ કોઈને કોઈ સેલિબ્રીટી કોવિડ-19 પોઝિટિવ થાય છે. હાલમાં એક્ટર અર્જુન રામપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અર્જુન ઉપરાંત નીલ નિતિન મુકેશ અને તેની ફેમિલીના અમુક મેમ્બર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અર્જુન અને નીલ બંનેએ આ વાતની જાણકારી સો.મીડિયા પર આપી છે. બંને હાલ ઘરે જ ક્વોરન્ટીન છે. નીલના ફેમિલી મેમ્બર્સ હોમ આઈસોલેશનમાં છે.

‘આપણા બધા માટે આ સમય ઘણો ડરામણો છે’
અર્જુન રામપાલે પોસ્ટ શેર કરીને લખ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ મારામાં કોઈ લક્ષણ નથી. મેં ઘરે જ પોતાને ક્વોરન્ટીન કર્યો છે અને મેડિકલ કેર કરી રહ્યો છું. જરૂરી પ્રોટોકોલનું પણ ધ્યાન રાખી રહ્યો છું. છેલ્લા 10 દિવસમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તો બધા ધ્યાન રાખે અને જરૂરી સાવધાની રાખે. આપણા બધા માટે આ સમય ડરામણો છે, પરંતુ આપણે થોડા જાગૃત રહેવાની જરૂર છે. પોતાનું ધ્યાન રાખો. આપણે સાથે મળીને કોરોનાથી લડી શકીએ છીએ.

‘આ સ્થિતિની ગંભીરતા સમજો’
નીલ નિતિન મુકેશે પોસ્ટ શેર કરીને લખ્યું, દરેક સાવચેતી અને ઘરે રહેવા છતાં મારા ફેમિલી મેમ્બર્સ અને મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમે બધા ક્વોરન્ટીન છીએ અને પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ. તમારર પ્રેમ અને શુભકામના માટે આભાર. આ સ્થિતિની ગંભીરતાને સમજો અને તેને હળવાશમાં ના લો.

દેશના અનેક લોકોની મદદ કરવા પડખે ઊભો રહેલો એક્ટર સોનુ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોનુએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. પોસ્ટમાં સોનુએ કહ્યું, નમસ્કાર મિત્રો, તમને બધાને કહેવા માગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને ક્વોરન્ટીન કરી લીધો છે. ચિંતા જેવું કઈ નથી. ઊલટાનું મારા પાસે તમારા માટે હવે વધારે સમય છે. યાદ રાખજો, હું હંમેશાં તમારી સાથે જ છું.

છેલ્લા ઘણા દિવસથી સેલેબ્સ કોરોનાની ઝપેટમાં
અર્જુન રામપાલ અને નીલ નિતિન મુકેશ પહેલાં સોનુ સૂદ, મનીષ મલ્હોત્રા, સુમિત વ્યાસ અને પવન કલ્યાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અક્ષય કુમાર, ગોવિંદા, વિકી કૌશલ, આમિર ખાન, કેટરીના કૈફ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, પરેશ રાવલ, સતીશ કૌશિક, આશુતોષ રાણા સહિત અન્ય ઘણા સેલેબ્સ સંક્રમિત થઇ ચૂક્યા છે. ઘણા કોરોનાને હરાવીને રિકવર પણ થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...