તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઉ-તે વાવાઝોડાનો કહેર:અજય દેવગનની ફિલ્મ ‘મૈદાન’નો સેટ ધોવાઈ ગયો, પ્રોડ્યુસર બોની કપૂરે કહ્યું, ‘30 કરોડ રૂપિયાનું નુકસાન થયું’

2 મહિનો પહેલા
ત્રીજીવાર ફરીથી ફિલ્મનો સેટ ઊભો કરવો પડશે
  • લોકડાઉન ના આવ્યું હોત તો ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હોત
  • મૈદાનના સેટ પર 40 લોકો હાજર હતા, પરંતુ સેટને વાવાઝોડાથી બચાવી શક્યા નહીં

વાવાઝોડું તાઉ-તેએ અનેક જગ્યાએ વિનાશ સર્જ્યો. મુંબઈમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો અને તે જ કારણે ફિલ્મસિટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ જ કારણે ફિલ્મ માટે તૈયાર કરવામાં આવેલા સેટ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પ્રોડ્યૂસર્સને લાખોનું નુકસાન થયું છે. અજય દેવગનની ફિલ્મ 'મૈદાન'ના સેટને તાઉ-તેએ ખેદાન-મેદાન કરી નાખ્યો છે. હાલમાં જ બોની કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, વાવાઝોડાને લીધે ફિલ્મનાં સેટને આશરે 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ફિલ્મનો સેટ ફરીથી બનાવવો પડશે. ત્રીજીવાર ફરીથી ફિલ્મનો સેટ ઊભો કરવો પડશે.

વાવાઝોડાને લીધે પિચ સિવાય બધું તૂટી ગયું
પ્રોડ્યુસર બોની કપૂરે કહ્યું, આખો સેટ તૂટી ગયો છે. અમારે ત્રીજીવાર સેટ બનાવવો પડશે. પ્રથમવાર લોકડાઉનને લીધે સેટ તોડવો પડ્યો. એ પછી અમે સેટ ફરીથી ઊભો કર્યો. ત્યારબાદ ફરીથી લોકડાઉન આવી ગયું. જો લોકડાઉન ના હોત તો અમારી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હોત. વાવાઝોડાને લીધે પિચ સિવાય બધું ખેદાન-મેદાન થઈ ગયું. અમે સેટ પર અત્યાર સુધી 30 કરોડ રૂપિયા ખર્ચી ચૂક્યા છે તેમ છતાં કામ પૂરું થયું નથી.

મારી ફિલ્મો થિયેટર માટે હોય છે
થોડા દિવસો પહેલાં એવા સમાચાર આવ્યા હતા જે મૈદાન ફિલ્મ પે-પર-વ્યૂને આધારે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. પરંતુ બોની કપૂરે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાતને ખોટી કહી. તેમણે કહ્યું, મારી ફિલ્મો થિયેટર્સ માટે હોય છે. અમે મૈદાનના પોસ્ટ પ્રોડક્શનનું કામ શરુ કરી દીધું છે અને અમે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવા ઇચ્છીએ છીએ. ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે એ વિશે કોઈ ડિસ્કશન થયું નથી.

'મૈદાન'ના સેટને બીજીવાર નુકસાન થયું છે. 16 એકરમાં ફેલાયેલો આ સેટ ગયા વર્ષે મે મહિનામાં તોડી પાડવામાં આવ્યો હતો. તે સમયે લોકડાઉન હોવાથી પ્રોડ્યૂસર્સ વરસાદને કારણે આખો સેટ તોડ્યો હતો. જોકે, કોલકાતા તથા લખનઉમાં કેટલાંક ઇનડોર તથા આઉટડોર સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા.

તાઉ-તેએ 'મૈદાન'ના સેટને ભારે નુકસાન પહોંચાડ્યું, જુઓ તસવીરો:

વધુમાં 'મૈદાન'ના પ્રોડ્યૂસર બોની કપૂર તથા ડિરેક્ટર અમિત શર્માને વિશ્વાસ હતો કે મે, 2021 પછી અનલૉક થશે. તેઓ 15-17 દિવસની અંદર શૂટિંગ પૂરું કરી લેશે. જોકે, તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. હવે ફરી એકવાર ફિલ્મનો સેટ આખો બનાવવો પડશે. ફિલ્મમાં અજય દેવગન ઈન્ડિયન ફૂટબોલ કોચ તથા મેનેજર સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે. સૈયદ અબ્દુલ 1950થી 1963 સુધી ભારતીય ફૂટબોલ ટીમના કોચ તથા મેનેજર તરીકે કાર્યરત હતાં. તેમના માર્ગદર્શનને કારણે ફૂટબોલ ટીમ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી. ફિલ્મમાં પ્રિયામણી ફીમેલ લીડ રોલમાં છે.