તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ વીડિયો:દિલ્હીમાં પબની બહાર અજય દેવગણ સાથે કોઈ મારઝૂડ થઈ નથી, એક્ટરે પોસ્ટ શેર કરી કહ્યું, ‘મારા ઝઘડાની વાતો પાયાવિહોણી છે’

2 મહિનો પહેલા
એક્ટર છેલ્લા 14 મહિનાથી દિલ્હી ગયો નથી
  • વીડિયોને લીધે અજય દેવગણને અનેક લોકોએ ફોન કર્યા
  • સ્પોક્સ પર્સને કહ્યું, એક્ટર હાલ મુંબઈમાં ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત છે

બોલિવૂડ એક્ટર અજય દેવગણની મારઝૂડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે. દિલ્હીના એક પબની બહાર અજયનો ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં લોકોએ તેનો ખૂબ માર માર્યો. વીડિયો પૂરજોશમાં વાઈરલ થતા એક્ટરને પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને વીડિયોને ફેક કહ્યો.

વાઈરલ વીડિયોની ચોખવટ કરતા અજયે કહ્યું, ‘એવું લાગે છે કે મારા જેવી દેખાતી કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઇ છે. આ વીડિયો સંબંધિત મને ઘણા લોકોના ફોન આવી રહ્યા છે. હું ચોખવટ કરી દઉં કે, મેં ક્યાંય ટ્રાવેલ કર્યું નથી. મારા ઝઘડાની વાતો પાયાવિહોણી છે.’

અજય દેવગણના સ્પોક્સ પર્સને પણ ચોખવટ કરી હતી
અજય પહેલાં સ્પોક્સ પર્સને સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, ‘અજય દેવગણના ઝઘડાના મીડિયા રિપોર્ટ ખોટા છે. અમે ન્યૂઝ એજન્સી અને મીડિયા મેમ્બરને વિનંતી કરતા કહીએ છીએ કે, અજય દેવગણ મુંબઈમાં તેમની ટીમ સાથ ફિલ્મ ‘મેદાન’,‘મેડે’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. છેલ્લા 14 મહિનાથી તેઓ દિલ્હી ગયા નથી.

જાન્યુઆરી 2020માં ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ના પ્રમોશન પછી તેઓ દિલ્હી ગયા નથી. આ વીડિયો ફેક છે. મીડિયાને વિનંતી છે કે, આવા ન્યૂઝ વાઈરલ કરતા પહેલાં તેની હકીકત ચેક કરો.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો