સાઉથ એક્ટર પ્રકાશ રાજ હંમેશાં કોઈ ને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટના વકીલ શશાંક શેખર ઝાએ પોતાની સો.મીડિયા પોસ્ટમાં તમિલનાડુ પોલીસને ટૅગ કરીને સવાલ કર્યો હતો કે તેમણે પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ કર્યો? FIR કરી?
શશાંક શેખર ઝાએ પ્રકાશ રાજની તસવીર પણ શૅર કરી હતી. આ તસવીરમાં પ્રકાશ રાજ બ્લેક રંગની ટી શર્ટમાં જોવા મળે છે. આ ટી શર્ટ પર લખેલું છે, 'મને હિંદી આવડતુ નથી, જાઓ' હવે આ સ્લોગનને કારણે વિવાદ થયો છે.
પ્રકાશ રાજે કહ્યું, અમારી ભાષાનું અપમાન કરશો તો આ જ રીતે વિરોધ કરીશું
વકીલ શશાંકની સો.મીડિયા પોસ્ટ પર જવાબ આપતા પ્રકાશ રાજે કહ્યું હતું, 'મારી મૂળ ભાષા કન્નડ છે. જો તમે તેનું અપમાન કરશે, માન નહીં આપો અને
શું છે સમગ્ર ઘટના?
2020માં બોલિવૂડ ને સાઉથ સિનેમા વચ્ચે કૉલ્ડ વૉર ચાલતું હતું. ભાષા અંગે લોકો એકબીજા પર કમેન્ટ કરતા હતા. આ દરમિયાન 13 સપ્ટેમ્બર, 2020ના રોજ હિંદી દિવસ પર પ્રકાશ રાજે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે બ્લેક ટી-શર્ટ પહેરી હતી અને તેના પર લખેલું હતું, 'મને હિંદી આવડતું નથી, જાઓ.'
આ તસવીર સાથે પ્રકાશ રાજે કેપ્શનમાં કહ્યું હતું, 'મને અનેક ભાષા આવડે છે. અનેક ભાષામાં કામ કરી શકું છું, પરંતુ મારી સલાહ, મારા મૂળ, મારી તાકાત, મારું ગૌરવ, મારી માતૃભાષા કન્નડ છે.
અનેક એક્ટર્સે હિંદી ભાષાનો વિરોધ કર્યો હતો
પ્રકાશ રાજ ઉપરાંત એક્ટર ધનંજય તથા વશિષ્ઠ સિંહાએ હિંદી ભાષા થોપવાનો વિરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.