બોલિવૂડ એક્ટર રણવીર સિંહે હાલમાં જ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ વાઇરલ થતાં ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. રણવીરની પત્ની દીપિકાનું ન્યૂડ ફોટોશૂટ પર રિએક્શન આવ્યું હતું. ત્યારબાદ સેલેબ્સે પણ રિએક્શન આપ્યા હતા. હવે રણવીર સિંહ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
રણવીર વિરુદ્ધ ફરિયાદ
પોલીસને મળેલી લેખિત ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટને કારણે મહિલાઓની ભાવના આહત થઈ છે. રણવીર સિંહ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 292, 293 તથા IT એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવે તેવી માગણી થઈ છે. રણવીર વિરુદ્ધ એક મહિલાએ લેખિત ફરિયાદ કરી છે. રણવીર સિંહના ફોટોશૂટ પર રાજકારણ પણ ચાલુ થઈ ગયું છે.
અબુ આઝમીએ સવાલ કર્યો
સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના ચીફ અબુ આઝમીએ સો.મીડિયામાં રણવીર સિંહના ફોટોશૂટ સામે સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પબ્લિકની સામે ન્યૂડ થવું આર્ટ તથા આઝાદી છે તો હિજાબ પહેરવાની આઝાદી કેમ નહીં?
આલિયાએ હાલમાં જ ન્યૂડ ફોટોશૂટ અંગે વાત કરી
આલિયાએ 'ડાર્લિંગ્સ'ના ટ્રેલર લૉન્ચમાં કહ્યું હતું કે રણવીર તેનો ફેવરિટ એક્ટર છે અને તે તેની વિરુદ્ધ કોઈ વાત સહન કરશે નહીં. દીપિકા પતિના ન્યૂડ ફોટોશૂટથી ઇમ્પ્રેસ થઈ હતી.
અર્જુને સપોર્ટ કર્યો
અર્જુને રણવીરના ન્યૂડ ફોટોશૂટ અંગે કહ્યું હતું કે રણવીરે જે પણ કર્યું તે તેની મરજી હતી. તેને જે સહજ લાગ્યું તે તેણે કર્યું. આપણે તેની મરજીને માન આપવું જોઈએ.
તૃણમૂલ કોંગ્રેસની સાંસદે શું કહ્યું?
તૃણમૂલ કોંગ્રેસ સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તીએ કહ્યું હતું, 'રણવીરના ફોટોશૂટે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. મોટા ભાગના લોકો ફાયર ઇમોજીથી પ્રતિક્રિયા આપી રહ્યા છે, પરંતુ જો કોઈ યુવતીએ આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું હોત તો શું લોકોએ આ જ રીતે વખાણ્યું હોત? અથવા તો અત્યાર સુધીમાં તેનું ઘર સળગાવી દીધું હોત.'
ન્યૂડ ફોટોશૂટ અંગે રણવીરે શું કહ્યું?
'પેપર મેગેઝિન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.