રણબીર-આલિયાનાં વેડિંગ:કોના કહેવાથી નીતુ સિંહે છેલ્લી ઘડીએ લગ્નની તારીખ કન્ફર્મ કરી?

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેંદી ફંક્શન બાદ નીતુ સિંહે વેડિંગ ડેટની જાહેરાત કરી હતી

રણબીર તથા આલિયા ભટ્ટ 14 એપ્રિલના રોજ લગ્ન કરવાના છે. જોકે, ભટ્ટ તથા કપૂર પરિવારે છેલ્લી ઘડી સુધી લગ્ન અંગે સસ્પેન્સ રાખ્યું હતું. મહેંદી ફંક્શન પૂરું થયું પછી નીતુ સિંહે અચાનક વેડિંગ અંગે વાત કરી હતી.

નીતુ સિંહે શું કહ્યું?
13 એપ્રિલના રોજ આલિયાની મહેંદી સેરેમની યોજાઈ હતી. નીતુ સિંહે આ પહેલાં રણબીર-આલિયાના લગ્ન યોજાવાના હોવાની વાતનો સ્વીકાર કર્યો નહોતો. લગ્નના સવાલ પર નીતુ સિંહે કહ્યું હતું, 'મને નથી ખબર.' મહેંદી સેરેમનીમાંથી પરત ફરતાં સમયે નીતુ સિંહ તથા રિદ્ધિમાએ રણબીરના લગ્ન 14 એપ્રિલે હોવાનું કહ્યું હતું.

કોના કહેવાથી ડેટ કન્ફર્મ કરી?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નીતુ તથા રિદ્ધિમાએ એક ખાસ વ્યક્તિના કહેવાથી લગ્નની ડેટ જાહેર કરી હતી. તે વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ રણબીર કપૂર જ છે. રણબીરે જ પોતાની માતા તથા બહેનને લગ્નની તારીખ કહેવાનું કહ્યું હતું. સૂત્રોના મતે, રણબીર પોતાના ઘર વાસ્તુની બહાર મીડિયા તથા વેડિંગ કવરેજ જોતો હતો. આ બધું જોઈને રણબીરે કહ્યું હતું કે હવે લગ્નની તારીખ જાહેર કરી દેવી જોઈએ.

દીકરાની વાત માની
દીકરાની વાત માનીને નીતુ સિંહે મહેંદી ફંક્શન બાદ તરત જ લગ્નની ડેટ કહી દીધી હતી.