સોશિયલ મીડિયા પર એક્ટિવ:અક્ષય અને શાહરુખથી વધુ ટ્વિટર યુઝ કરે છે સોનુ સૂદ, ટ્વિટિટના ટ્વિટર એન્ગેજમેન્ટ લિસ્ટમાં ચોથા નંબર પર, PM મોદી ટોપ પર

એક વર્ષ પહેલા

બોલિવૂડ સ્ટાર્સ તેના ફેન્સના ટચમાં રહેવા માટે હાલ ટ્વિટરનો સૌથી વધુ યુઝ કરી રહ્યા છે. કોરોના મહામારી દરમ્યાન સૌથી વધુ ટ્વિટર યુઝ કરવાની બાબતમાં સોનુ સૂદનું નામ પહેલી હરોળમાં આવ્યું છે, જેણે શાહરુખ ખાન, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સને ટ્વિટર એન્ગેજમેન્ટમાં પાછળ રાખી દીધા છે. સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ 'ટ્વિટિટ' દ્વારા ઓક્ટોબરના એનાલિસિસનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં સોનુ સૂદ ચોથા નંબર પર છે.

આ કેટેગરીઝમાં થયું એનાલિસિસ
ટ્વિટિટ દ્વારા જે કેટેગરીઝની વચ્ચે આ એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં રાજકારણી, જર્નલિસ્ટ, બિઝનેસ લીડર્સ, ફાઉન્ડર અને ઇન્વેસ્ટર્સ, ખેલાડી, શેફ, લેખક, કોમેડિયન અને મૂવી સ્ટાર્સ સામેલ હતા. વડાપ્રધાન મોદી આ લિસ્ટમાં સૌથી ટોપ પર છે. બીજા નંબર પર રાહુલ ગાંધી છે. ત્રીજા પર વિરાટ કોહલી અને ચોથા નંબર પર સોનુ છે.

લોકડાઉનથી જ સોનુ સતત એક્ટિવ
શાહરુખ ખાનના ટ્વિટર પર 41.3 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે સોનુના માત્ર 4.6 મિલિયન એટલે કે શાહરુખના ફોલોઅર્સનો દસમો ભાગ. તેમ છતાં સોનુએ 2.4 મિલિયન એન્ગેજમેન્ટ સાથે બોલિવૂડ સ્ટાર્સના લિસ્ટમાં ટોપ પર છે. સોનુની વાત કરીએ તો તે પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત ટ્વિટર યુઝ કરી રહ્યો છે.

આ છે લિસ્ટના બાકીના સ્ટાર્સ
શાહરુખ ખાન માત્ર મૂવી સ્ટાર્સવાળા લિસ્ટમાં 7.3 લાખ એન્ગેજમેન્ટ સાથે બીજા નંબર પર જ્યારે અક્ષય કુમાર 6.72 લાખ એન્ગેજમેન્ટ સાથે ત્રીજા નંબર પર છે. અનુપમ ખેર 4.2 લાખ એન્ગેજમેન્ટ સાથે ચોથા નંબર પર અને રિતેશ દેશમુખ 4.2 લાખ એન્ગેજમેન્ટ સાથે પાંચમા નંબર પર છે. પૂજા હેગડે ટોપ 10માં સામેલ છે અને તેનું એન્ગેજમેન્ટ 2.51 લાખ છે.