બર્થડે:અબરામે ‘ફેવરિટ પર્સન’ શાહરુખ ખાન સાથે હોરર વાર્તાઓ વાંચીને જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

મુંબઈ3 વર્ષ પહેલા

શાહરુખ ખાન તથા ગૌરી ખાનના સૌથી નાના દીકરા અબરામનો 27 મેના રોજ સાતમો જન્મદિવસ હતો. લૉકડાઉન હોવાને કારણે અબરામે પરિવાર સાથે જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. ગૌરી ખાને સોશિયલ મીડિયામાં અબરામનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અબરામ પોતાના ફેવરિટ પર્સન એટલે કે પાપા શાહરુખ સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં અબરામનો જન્મ સરોગસીથી થયો હતો. 

શું છે વીડિયોમાં?
વીડિયોમા શાહરુખ ખાન હોરર સ્ટોરીબુક ‘સ્કેરી’ વાંચે છે અને અબરામ એકદમ ઉત્સાહમાં આવીને પાપાની વાત સાંભળે છે. જોકે, શાહરુખનો અવાજ સંભળાતો નથી. બેકડ્રોપમાં હેરી સ્ટાઈલ્સનું ગીત ‘વોટરમેલન સુગર...’ વાગતું હોય છે. બંને પિતા-પુત્ર બુકમાં ખોવાઈ ગયા હોય તેમ લાગે છે. 

વીડિયો શૅર કરીને ગૌરીએ કેપ્શન આપ્યું
વીડિયો શૅર કરીને ગૌરીએ કેપ્શન આપ્યું હતું, ‘સ્કેરી’ સ્ટોરી સાંભળી. જન્મદિવસની ઉજવણી પોતાની ફેવરિટ બુક, પોતાનું ફેવરિટ ગીત તથા પોતાના ફેવરિટ વ્યક્તિ....’ આ પોસ્ટ પર ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સે અબરામને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

એક ઈન્ટરવ્યૂમાં શાહરુખ ખાને દીકરા અબરામને લઈ વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘મને લાગે છે કે તેને મારી આસપાસ રહેવું ઘણું જ ગમે છે. સુહાના અને આર્યન કરતાં તેને લોકો વધારે પસંદ છે. તે મારા ચાહકો જોઈને ખુશ થઈ જાય છે. મારા જન્મદિવસ પર તે એક કલાક સુધી બાલ્કનીમાં મારી સાથે ઊભો રહે છે. ચાહકો મારા નામની બૂમો પાડે ત્યારે તે મારી પાસે દોડતો આવે અને મને કહે, ‘પાપા, લોકો આવી ગયા. ચલો તેમને મળવા જઈએ.’ તે ચાહકોને ‘લોકો’ કહે છે અને પછી મને ખેંચીને બહાર લઈ આવે. તે ઘણો જ સ્માર્ટ તથા હોંશિયાર બાળક છે. તેની સાથે હું પણ બાળક બની જાઉં છું.’

અન્ય સમાચારો પણ છે...