બર્થડે / જયા બચ્ચન લૉકડાઉનને કારણે દિલ્હીમાં, અભિષેક-શ્વેતાએ સો.મીડિયામાં ઈમોશનલ પોસ્ટ શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

Abhishek-Shweta wishes Jaya Bachchan's 72nd birthday
X
Abhishek-Shweta wishes Jaya Bachchan's 72nd birthday

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 06:00 PM IST

મુંબઈ. જયા બચ્ચનનો 9 એપ્રિલના રોજ 72મો જન્મદિવસ છે. જયા બચ્ચન હાલમાં દિલ્હીમાં છે અને તેમનો પરિવાર મુંબઈમાં છે. લૉકડાઉનને કારણે જયા બચ્ચન દિલ્હીમાં ફસાયેલા છે. જન્મદિવસ પર તેમના બંને સંતાનો અભિષેક બચ્ચન તથા શ્વેતા બચ્ચને સોશિયલ મીડિયામાં માતાની તસવીર શૅર કરીને ઈમોશનલ મેસેજ શૅર કર્યો હતો. 

શું કહ્યું અભિષેક બચ્ચને?
અભિષેક બચ્ચને માતાની તસવીર શૅર કરીને કહ્યું હતું, દરેક બાળકનો ફેવરિટ શબ્દ ‘મા’ હોય છે. મારો પણ છે. હેપ્પી બર્થડે મા. તમે લૉકડાઉનને કારણે દિલ્હીમાં ફસાયેલાં છો અને અમે બધા મુંબઈમાં છીએ. અમે તમને દરેક ક્ષણે યાદ કરીએ છીએ અને તમે અમારા દિલમાં છે. આઈ લવ યુ.

દીકરી શ્વેતાએ પણ શુભેચ્છા પાઠવી
શ્વેતા બચ્ચને માતાની જૂની તસવીર શૅર કરી હતી, જેમાં અભિષેક બચ્ચન સોફ્ટ ડ્રિંક પીએ છે, જયા બચ્ચન બુક વાંચે છે અને શ્વેતા પોતાના વિચારોમાં ખોવાયેલી છે. તસવીર શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, હું મારા દિલમાં હંમેશાં તમને રાખું છું. ક્યાંય પણ જાઉં પરંતુ તમારા વગર નહીં. હેપ્પી બર્થડે માતા. આઈ લવ યુ. આ તસવીર પર શ્વેતાની દીકરી નવ્યાએ કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે તમે અહીંયા પણ વિચારોમાં ખોવાયેલા છો. અભિષેક બચ્ચને કહ્યું હતું કે અહીંયા તો તેમના હાથમાં ફોન નથી. આ બંનેની કમેન્ટ્સ જોઈને શ્વેતા બચ્ચને કમેન્ટ કરી હતી કે વેરી ફની. 

ઉલ્લેખનીય છે કે અમિતાભ તથા જયાએ 1973માં ફિલ્મ ‘ઝંજીર’ રિલીઝ થાય બાદ તરત જ લગ્ન કરી લીધા હતાં. 1974માં દીકરી શ્વેતા તથા 1975માં દીકરા અભિષેકનો જન્મ થયો હતો. શ્વેતાએ બિઝનેસમેન નિખીલ નંદા સાથે લગ્ન કર્યાં છે અને તેને બે સંતાનો (દીકરી નવ્યા તથા દીકરો અગસ્ત્ય) છે. અભિષેક બચ્ચને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યાં છે અને તેમને એક દીકરી આરાધ્યા છે.  70ના દાયકામાં જયા બચ્ચન ટોપ એક્ટ્રેસમાં સામેલ હતાં. તેમણે ‘ગુડ્ડી’, ‘અભિમાન’, ‘ઝંજીર’ તથા ‘મિલી’ સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું છે. 

શ્વેતા કે અભિષેકમાંથી જયા બચ્ચનનું ફેવરિટ કોણ?
‘કૉફી વિથ કરન’માં અભિષેક તથા શ્વેતા આવ્યા હતાં. શોમાં શ્વેતાએ ખુલાસો કર્યો હતો કે જયા બચ્ચનને અભિષેક વધારે પસંદ છે, જ્યારે તે પિતા અમિતાભની લાડલી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી