ફેમિલી આઉટિંગ:અભિષેક બચ્ચન પત્ની ને દીકરી સાથે નાઇટ આઉટ પર નીકળ્યો, ઐશ્વર્યાને જોતા જ યુઝર્સે કહ્યું, આ પ્રેગ્નન્ટ છે કે શું?

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભિષેક બચ્ચન પત્ની ને દીકરી સાથે સ્પોટ થયો હતો

બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે હાલમાં જ ડિનર માટે જોવા મળ્યા હતા. ઐશ્વર્યાને જોતા જ ફરી એકવાર તેની પ્રેગ્નન્સીની ચર્ચા થવા લાગી હતી.

ઐશ્વર્યા રાય સ્ટ્રીપ્ડ બ્લેક બ્લેઝર, ડેનિમમાં હતી. આરાધ્યા બ્લૂ ટી શર્ટ તથા જીન્સમાં જોવા મળી હતી. અભિષેક પ્રિન્ટેડ હૂડીમાં હતો. ઐશ્વર્યાએ લૂઝ બ્લેઝર પહેર્યુ હોવાથી સો.મીડિયામાં યુઝર્સ ચર્ચા કરવા લાગ્યા કે ઐશ્વર્યા પ્રેગ્નન્ટ છે?

ઐશ્વર્યાના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે ફિલ્મ 'ફન્ને ખાન'માં રાજકુમાર રાવ તથા અનિલ કપૂર સાથે જોવા મળી હતી. હવે તે મણિરત્નમની ફિલ્મ 'પોન્નીયિન સેલ્વન'માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળશે. અભિષેકની વાત કરીએ તો તે ફિલ્મ 'દસવી'માં જોવા મળશે. ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ ફિલ્મમાં યામી ગૌતમ તથા નિમ્રત કૌર છે. અભિષેક છેલ્લે ફિલ્મ 'બોબ બિશ્વાસ'માં જોવા મળ્યો હતો.