ટીઝર / વેબસીરિઝ ‘બ્રીધઃ ઈનટુ ધ શેડોઝ’ના ટીઝરમાં અભિષેક બચ્ચન દીકરીની શોધમાં જ્યાં ત્યાં ભટકતો જોવા મળ્યો

X

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 03:31 PM IST

મુંબઈ. ‘બ્રીધઃ ઈનટુ ધ શેડોઝ’ના ટીઝર એક પછી એક રિલીઝ થઈ રહ્યાં છે. અભિષેક બચ્ચને હાલમાં જ આ સીરિઝનું ટીઝર સોશિયલ મીડિયામાં શૅર કર્યું હતું. આ સીરિઝ સસ્પેન્સ તથા થ્રિલરથી ભરપૂર છે. આ સીરિઝથી અભિષેક બચ્ચન તથા નિત્યા મેનન ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યાં છે. આ સીરિઝનું ટ્રેલર પહેલી જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવશે. 

અભિષેક બચ્ચન દીકરીને શોધતો જોવા મળ્યો
સીરિઝના ત્રીજા ટીઝરમાં અભિષેક બચ્ચન પત્ની તથા દીકરી સિયા સાથે ખુશ જોવા મળે છે. અચાનક જ તેની દીકરી સિયાનું અપહરણ થઈ જાય છે. અભિષેક દીકરીની શોધમાં જ્યાં ત્યાં ભટકતો જોવા મળે છે. તો બીજું બાજુ કિડનેપરના ફોનને કારણે પરિવાર મુશ્કેલીમાં છે. ટિઝર શૅર કરીને અભિષેક બચ્ચને કેપ્શન આપ્યું હતું, ‘તમને માત્ર એક ઝલક જોવા મળી, તમે આનાથી વધુ કલ્પના કરી શકો છો..’ 

‘બ્રીધ’ની પહેલી સિઝનમાં આર માધવન તથા અમિત સાધ હતાં. અમિત સાધ બીજી સિઝનમાં પણ જોવા મળશે. ઈન્સ્પેક્ટર કબીર સાંવતના રોલમાં અમિત સાધ જોવા મળશે. સીરિઝમાં કબીર સાંવત રહસ્યમય રીતે જેલમાં જોવા મળે છે. તે જેલમાં કેમ છે? તેણે કોઈ ગંભીર અપરાધ કર્યો છે? આવા સવાલો દર્શકોના મનમાં છે. 

મંયક શર્માના ડિરેક્શનમાં બનેલી આ સીરિઝમાં અભિષેક બચ્ચન, નિત્યા મેનન, ભવાની અય્યર, વિક્રમ તુલી, અરશદ સૈય્યદ, અમિત સાધ તથા ઈવાના કૌર જેવા કલાકારો છે. 10 જુલાઈએ આ સીરિઝ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે. અભિષેક બચ્ચન છેલ્લે 2018માં ફિલ્મ ‘મનમર્ઝિયા’માં જોવા મળ્યો હતો. આ વર્ષે તેની ફિલ્મ ‘બિગ બુલ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી