મેસેજ:કોરોના મહામારી પર અભિષેક બચ્ચને એક કૂલ રેપ વીડિયો શેર કર્યો, કહ્યું - ખુલ્લામાં ન થૂંકવાનો સંદેશ આપવાની અદભુત રીત

3 વર્ષ પહેલા

અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક કૂલ રેપ વીડિયો શેર કર્યો છે. તેમાં સરકારના એ મેસેજનું પ્રમોશન કરવામાં આવ્યું છે જેમાં કોરોના વાઇરસને ફેલાવાથી અટકાવવા માટે ખુલ્લામાં ન થૂંકવાની સલાહ આપવામાં આવી છે.

અભિષેકે વીડિયો નીચે કેપ્શનમાં લખ્યું કે, કોરોના વાઇરસ સામે લડવા આ કૂલ રેપ વીડિયો ઘરથી બહાર ખુલ્લામાં થૂંક વિરોધી સંદેશને અદભુત રીતે દર્શાવે છે. તમારા કામ અને તેના પરિણામ વિશે વિચારો.

અભિષેક છેલ્લે 2018માં રિલીઝ થયેલ ફિલ્મ મનમાર્ઝિયાં દેખાયો હતો. તેની અપકમિંગ ત્રણ ફિલ્મ્સ છે જેમાં લુડો, ધ બિગ બુલ અને બોબ બિસ્વાસ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...