અભિષેક ઈજાગ્રસ્ત:રક્ષાબંધનના દિવસે જ દીકરો એડમિટ થતાં અમિતાભ ખબર કાઢવા હોસ્પિટલ ગયા, બહેન શ્વેતા ચિંતાગ્રસ્ત

મુંબઈ2 મહિનો પહેલા
  • હાલમાં જ અભિષેક બચ્ચન પત્ની ને દીકરીને એરપોર્ટ પર મૂકવા આવ્યો હતો.

અભિષેક બચ્ચન હાલમાં જ ઈજાગ્રસ્ત થયો હતો. કહેવાય છે કે તેને ગંભીર ઈજા થઈ છે. તેને હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રવિવાર, 22 ઓગસ્ટની રાત્રે અમિતાભ બચ્ચન દીકરી શ્વેતા સાથે હોસ્પિટલ ખબર કાઢવા ગયા હતા. અમિતાભ તથા શ્વેતાની હોસ્પિટલ બહારની અનેક તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

હજી સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે અભિષેક બચ્ચનને કેવી રીતે ઈજા થઈ, ક્યાં થઈ અને કેટલું વાગ્યું છે. અભિષેક હોસ્પિટલમાં દાખલ થતાં બચ્ચન પરિવાર હેરાન પરેશાન થઈ ગયો છે. અમિતાભ તથા શ્વેતા તરત જ હોસ્પિટલ ગયા હતા. વાઇરલ તસવીરોમાં અમિતાભના ચહેરા પર માસ્ક હતો. તેમણે વ્હાઇટ રંગની હુડી પહેરી હતી. શ્વેતા તથા અમિતાભના ચહેરા પર ચિંતા જોવા મળતી હતી.

લીલાવતી હોસ્પિટલની બહાર અમિતાભ-શ્વેતા

અભિષેક 'બોબ બિશ્વાસ'માં જોવા મળશે
ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચનની તસવીરો થોડાં દિવસ પહેલાં જ વાઇરલ થઈ હતી, જેમાં તેના જમણાં હાથમાં સ્લિગ બેગ તથા બેન્ડેજ બાંધેલી હતી. અભિષેક બચ્ચન એરપોર્ટ પર પત્ની ઐશ્વર્યા તથા દીકરી આરાધ્યાને સી-ઑફ કરવા આવ્યો હતો. અભિષેક બચ્ચન 'બોબ બિશ્વાસ', 'અય્યપનુમ કોશિયુમ', 'દસવી' સહિત ફિલ્મમાં જોવા મળશે.