બંને વચ્ચે મિત્રતા?:સલમાન ખાન ને અભિષેક બચ્ચન મિત્રો બન્યા? IIFA અવોર્ડમાં સાથે જોવા મળતાં ચાહકોને નવાઈ લાગી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવોર્ડ શોમાં સલમાન-અભિષેક બાજુમાં બેઠેલા જોવા મળ્યા

4 જૂનના રોજ IIFA અવોર્ડ્સ 2022નું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. જોકે, આ અવોર્ડ શોમાં એક અલગ જ સીન જોવા મળ્યો હતો. આ સીન જોયા બાદ ચાહકોને ભારે અચરજ થયું છે.

બી ટાઉનમાં એક સમયે સલમાન તથા ઐશ્વર્યાના પ્રેમસંબંધોની ચર્ચા થતી હતી. 'હમ દિલ દે ચૂકે સનમ'ના સેટ પર બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, પછી એક્ટ્રેસે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સલમાન-અભિષેક ઘણીવાર એક જ ઇવેન્ટમાં જોવા મળ્યા છે. જોકે, પહેલી જ વાર સલમાન-અભિષેક એક જ ઇવેન્ટમાં બાજુ-બાજુમાં બેઠેલાં જોવા મળ્યાં હતાં.

ઇવેન્ટમાં સાથે હતા
IIFA અવોર્ડ્સ નાઇટમાં સલમાન ખાન તથા અભિષેક બચ્ચન એકબીજાની બાજુમાં બેઠાં હતાં. આ તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે. ઇવેન્ટ દરમિયાન બંને શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન સાથે વાત કરતાં જોવા મળ્યા હતા.

બંને વચ્ચે મનભેદ નથી
આ તસવીર પરથી ખ્યાલ આવે છે કે સલમાન ખાન તથા અભિષેક બચ્ચન વચ્ચે કોઈ મનભેદ નથી. તેમને એકબીજા સામે કોઈ ફરિયાદ નથી. આ તસવીર જોઈને ચાહકોને થોડો શૉક પણ લાગ્યો છે.

અવોર્ડ શોમાં અભિએ પર્ફોર્મ પણ કર્યું હતું

કરન જોહરની પાર્ટીમાં પણ બંનેએ વાત કરી હતી
25 મેના રોજ કરન જોહરની બર્થડે પાર્ટી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય, અભિષેક સહિતના મહેમાનો આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય રાત્રે 12.30 વાગે પાર્ટીમાં આવ્યાં હતાં. સલમાન ખાન 1.15 વાગે આવ્યો હતો. અભિષેકે જ્યારે સલમાનને જોયો તો તે તરત જ મળવા પહોંચી ગયો હતો. બંને ડાન્સ ફ્લોર પર ગયા હતા. જ્યાં સુધી અભિષેક તથા સલમાન ખાન સાથે હતાં ત્યાં સુધી ઐશ્વર્યા બંનેથી દૂર રહી હતી.

2002માં બંનેનું બ્રેકઅપ થયું
ઐશ્વર્યા એક્ટર સલમાન સાથે વાત કરવાનું હંમેશાં ટાળે છે. જોકે સલમાનને જ્યારે પણ ઐશ્વર્યા અંગે પૂછવામાં આવે તો તે રિસ્પેક્ટ સાથે જવાબ આપતો હોય છે. ઉલ્લેખનીય છે કે સલમાન તથા ઐશ્વર્યાએ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. વર્ષ 2002માં બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું.