લાડલીનો બર્થડે:આરાધ્યાનો 10મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા અભિષેક-ઐશ્વર્યા માલદિવ્સ ગયાં, રિસોર્ટનું એક રાતનું ભાડું 14 લાખ રૂપિયા

મુંબઈ6 મહિનો પહેલા
  • મહિનામાં બીજીવાર ઐશ્વર્યા-અભિષેક-આરાધ્યા માલદિવ્સ ગયાં
  • પહેલાં ઐશ્વર્યાનો બર્થડે સેલિબ્રેટ કર્યો, હવે આરાધ્યાનો કરશે

ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચન હાલમાં દીકરીનો 10મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે માલદિવ્સ ગયાં છે. આરાધ્યાનો જન્મદિવસ આવતીકાલે એટલે કે 16 નવેમ્બરના રોજ છે. અભિષેક પત્ની તથા દીકરી સાથે માલદિવ્સના અમીલા નામના લક્ઝુરિયસ રિસોર્ટમાં રોકાયો છે.

ઐશ્વર્યા રાયે સો.મીડિયામાં આ તસવીર શૅર કરી છે.
ઐશ્વર્યા રાયે સો.મીડિયામાં આ તસવીર શૅર કરી છે.
અભિષેક બચ્ચને આ તસવીરો શૅર કરી છે.
અભિષેક બચ્ચને આ તસવીરો શૅર કરી છે.

અહીં એક રાતનું ભાડું 14 લાખ રૂપિયા
ઐશ્વર્યા રાયે સો.મીડિયામાં રિસોર્ટની કેટલીક તસવીરો શૅર કરી છે. અમીલા રિસોર્ટમાં પાંચ પ્રકારના વિલા છે અને ચાર પ્રકારની રેસિડન્સી છે. વિલાની વાત કરીએ તો રીફ વોટર પૂલ વિલા, સનસેટ વોટર પૂલ વિલા, લગૂન વોટર પૂલ વિલા, ટ્રીટોપ પૂલ વીલા તથા બીચ પૂલ વિલા છે. રેસિડન્સની વાત કરીએ તો 4 બેડરૂમ રેસિડન્સી, 6 બેડરૂમ રેસિડન્સી, 8 બેડરૂમ રેસિડન્સી તથા મલ્ટી બેડરૂમ રેસિડન્સી સામેલ છે. આ વિલામાં સૌથી સસ્તા વિલાનું એક રાતનું ભાડું 76 હજાર રૂપિયા છે અને સૌથી મોંઘી રેસિડન્સીનું ભાડું 14 લાખ રૂપિયા છે.

અભિષેક તથા ઐશ્વર્યા કયા વિલામાં રોકાયાં છે એની માહિતી તો સામે આવી નથી. ઐશ્વર્યાએ રિસોર્ટની જે તસવીરો શૅર કરી છે, એમાં ટ્વિન સ્વિમિંગ પૂલ તથા પ્રાઇવેટ બીચ જોવા મળે છે. અભિષેકે પણ બીચની એક તસવીર શૅર કરી હતી.

તસવીરોમાં અમીલા રિસોર્ટ...

અમીલા રિસોર્ટમાં મોટા ભાગના વિલામાં પ્રાઇવેટ પૂલ છે.
અમીલા રિસોર્ટમાં મોટા ભાગના વિલામાં પ્રાઇવેટ પૂલ છે.
અમીલા રિસોર્ટમાં વિવિધ પ્રકારના વિલા આવેલા છે.
અમીલા રિસોર્ટમાં વિવિધ પ્રકારના વિલા આવેલા છે.
4 બેડરૂમ રેસિડન્સીનો નજારો આ રીતનો જોવા મળે છે.
4 બેડરૂમ રેસિડન્સીનો નજારો આ રીતનો જોવા મળે છે.

ઐશ્વર્યાએ પણ માલદિવ્સમાં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો
આ પહેલાં આ જ મહિને 1 નવેમ્બરના રોજ ઐશ્વર્યાનો 48મો જન્મદિવસ હતો. અભિષેક તે સમયે પણ પત્ની તથા દીકરી સાથે માલદિવ્સ ગયો હતો. તે સમયે ફોર સિઝન પ્રાઇવેટ આઇલેન્ડમાં અભિષેક બચ્ચન પત્નીને દીકરી સાથે રોકાયો હતો. 4 નવેમ્બરે દિવાળી હોવાથી ત્રણ નવેમ્બરે મુંબઈ પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા-અભિષેકે 20 એપ્રિલ, 2007માં લગ્ન કર્યા છે. 16 નવેમ્બર, 2011ના રોજ ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો.