તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14th વેડિંગ એનિવર્સરી:'કજરારે કજરારે' સોન્ગના શૂટિંગ દરમિયાન અભિષેક અને એશ્વર્યા ક્લોઝ આવ્યા, 'ગુરુ'ના સેટ પર પ્રેમ થયો અને બંનેએ લગ્ન કર્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અભિષેક અને એશ્વર્યા રાયના લગ્નને 14 વર્ષ થયા છે. 20 એપ્રિલ, 2007ના રોજ મુંબઈમાં બંનેના લગ્ન થયા હતા. ફિલ્મ સ્ટાર્સ તેમની રિયલ લાઈફ લવ સ્ટોરીઝને હંમેશાં છૂપાવવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ એશ્વર્યા અને અભિષેકની લવ સ્ટોરી શરૂઆતથી જ લાઈમ લાઈટમાં હતી. બંને સ્ટાર્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બિગ સ્ટાર હતા.

એશ્વર્યા તેની સફળતા તો અભિષેક તેના સરનેમને કારણે હંમેશાં ટોક ઓફ ધ ટાઉન રહેતો હતો. બંનેનું પહેલાં અફેર પણ રહ્યા હતા. એશ્વર્યાનું સલમાન અને વિવેક ઓબરોય સાથે તો અભિષેકનું રાની મુખર્જી અને કરિશ્મા કપૂર સાથે નામ ચર્ચામાં હતું. કરિશ્માની તો અભિષેક સાથે સગાઈ પણ થઈ હતી પરંતુ તે તૂટી ગઈ.

'ગુરુ'ના સેટ પર પ્રેમ થયો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને સ્ટાર્સ બંટી ઓર બબલી ફિલ્મ દરમિયાન એકબીજાથી ઈન્ટ્રોડ્યુસ થયા હતા. ત્યારબાદ 'ગુરુ' ફિલ્મમાં તેઓ નજદીક આવ્યા. ફેમસ અમેરિકન ટીવી એન્કર ઓપરા વિનફ્રેના શોમાં કેટલાક વર્ષ પહેલાં અભિષેકે જણાવ્યું હતું કે ગુરુ ફિલ્મના શૂટિંગ માટે તેઓ ન્યૂયોર્કમાં હતા ત્યારે હોટેલની બાલ્કનીમાં ઊભો રહી એશ્વર્યા સાથે લગ્ન માટે પ્રાર્થના કરતો હતો.

આશરે 1 વર્ષ પછી ટોરન્ટોમાં ગુરુના પ્રીમિયમથી પરત આવ્યા બાદ ન્યૂયોર્કની એજ હોટેલની બાલ્કનીમાં અભિષેકે એશ્વર્યાને પ્રપોઝ કરી હતી. ત્યારબાદ મુંબઈ પરત આવીને બંનેએ 14 જાન્યુઆરી 2007ના રોજ સગાઈ કરી અને 20 એપ્રિલે લગ્ન કર્યા.

બંનેના લગ્ન પ્રતીક્ષા બંગ્લામાં થયા હતા અને રિસેપ્શન તાજ હોટેલમાં થયું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે લગ્નમાં એશ્વર્યાએ 75 લાખ રૂપિયાની સાડી પહેરી હતી. આ સાડી નીતા લુલ્લાએ ડિઝાઈન કરી હતી. સાડીની બોર્ડર પર ગોલ્ડ લાગેલું હતું અને સ્વરોસ્કી ક્રિસ્ટલ હતા. અભિષેકે અબુ જાની અને સંદીપ ખોસલાની ડિઝાઈન કરેલી શેરવાની પહેરી હતી. લગ્નના 5 વર્ષ બાદ કપલ આરાધ્યાના પેરેન્ટ્સ બન્યા હતા. આરાધ્યા હવે 9 વર્ષની થઈ છે.

એશ્વર્યા અને અભિષેકે 6 ફિલ્મ સાથે કરી
એશ્વર્યા અને અભિષેકે 'ઢાઈ અક્ષર પ્રેમ કે' (2000), 'કુછ ના કહો' ( 2003), 'બેટી ઔર બબલી' (2005), 'ઉમરાવ જાન' (2005), 'ધૂમ-2' (2006) અને ગુરુ (2007) મળી કુલ 6 ફિલ્મમાં કામ કર્યું છે. લગ્ન બાદ સરકાર રાજ અને રાવન ફિલ્મમાં બંનેએ કામ કર્યું છે.

ત્યારબાદ એશ્વર્યા 2010માં રિલીઝ થયેલી ગુઝારિશ ફિલ્મમાં જોવા મળી. ત્યારબાદ પર્સનલ લાઈફને ધ્યાનમાં રાખી તેણે ફિલ્મોથી ડિસ્ટન્સ રાખ્યું. ત્યારબાદ 2015માં જજ્બા સાથે તેણે કમબેક કર્યું. ત્યારબાદ 2016માં તેણે સરબજીત ફિલ્મમાં કામ કર્યું. આ જ વર્ષે મુશ્કિલમાં પણ તે જોવા મળી. 2018માં તે ફન્ને ખાં પણ જોવા મળી હતી. તો અભિષેક રાવન બાદ 'ધૂમ 3', 'હેપ્પી ન્યૂ યર', 'હાઉસફુલ 3', 'મન મર્જિયા' અને 'ધ બિગ બુલ' જેવી ફિલ્મમાં કામ કર્યું.