તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરા માટે ઝઘડો:શ્વેતા તિવારી પર ગુસ્સે થઇ પતિ અભિનવ બોલ્યો, ‘તને શરમ નથી આવતી? પોતે પૈસા પચાવી પાડે છે અને કહે છે હું દીકરા માટે ખર્ચો નથી કરતો’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને દીકરાની કસ્ટડી માટે કેસ લડી રહ્યા છે - Divya Bhaskar
બંને દીકરાની કસ્ટડી માટે કેસ લડી રહ્યા છે
  • અભિનવે આરોપ મૂક્યો હતો કે, કોરોનાની બીજી લહેરની વચ્ચે શ્વેતાએ તેમના દીકરા રેયાંશને મુંબઈની કોઈ હોટલમાં રાખ્યો છે
  • શ્વેતાએ કહ્યું, રેયાંશ પરિવાર સાથે જ છે, હોટેલમાં નથી

શ્વેતા તિવારી અને તેના પતિ અભિનવ કોહલીના એકબીજા પર આક્ષેપો કરવાના ચાલુ જ છે. અભિનવે એક્ટ્રેસના દરેક આરોપના જવાબ આપ્યા છે. થોડા દિવસ પહેલાં અભિનવે દાવો કરતા કહ્યું કે, કોરોનાની બીજી લહેરની વચ્ચે શ્વેતાએ અમારા દીકરા રેયાંશને મુંબઈની કોઈ હોટેલમાં રાખ્યો છે અને તેની પરમિશન વગર કેપટાઉન જતી રહી છે. એક્ટ્રેસ શ્વેતા તિવારી ટીવી રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11' માટે બીજા સ્પર્ધકોની સાથે સાઉથ આફ્રિકાના કેપટાઉન ગઈ છે. આ દરમિયાન શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ સો.મીડિયામાં ત્રણ વીડિયો શૅર કરીને એક્ટ્રેસ પર ગંભીર આક્ષેપ મૂક્યા હતા.

હવે શ્વેતાએ અભિનવના દાવાને ખોટા કહ્યા. તેણે કહ્યું કે, મેં અભિનવને ઇન્ફોર્મ કર્યું હતું કે રેયાંશ મારા પરિવાર સાથે જ છે. શ્વેતાએ આક્ષેપ મૂક્યો કે, અભિનવ તેના દીકરાના ઉછેર માટે એક પણ રૂપિયો ખર્ચતો નથી. એક્ટ્રેસના આ બધા દાવાનો જવાબ આપવા અભિનવ લાઈવ આવ્યો અને પોતાનો ગુસ્સો કાઢ્યો હતો.

દીકરાની પરવરિશ વિશે અભિનવે કહ્યું, તે કહ્યું કે હું એક પણ રૂપિયો વાપરતો નથી. તને આવું બોલતા થોડી પણ શરમ ના આવી. હું અર્જુન બિજલાણી સાથે શો કરતો હતો, એ પછી બાલાજીના શોમાં હતો, ત્યારે મેં 40-40% ઓનલાઈન તારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. પૈસા પચાવી દે છે અને કહે છે કે હું રૂપિયા નથી આપતો. તું એકલી ખર્ચો ઊઠાવે છે.

વીડિયોમાં બીજું શું કહ્યું?
અભિનવે વીડિયોમાં શ્વેતાને ખોટી પાડી કહ્યું, જો તેણે મને ફોન કર્યો હોય તો મને કોલ રેકોર્ડ દેખાડે. જ્યારે તેણે મને જવાની વાત કરવા મેસેજ કર્યો ત્યારે મેં કીધું રેયાંશ મારી સાથે રહેશે. લોકો કોરોનાથી મારી રહ્યા છે અને આ લહેર બાળકો માટે પણ ખતરનાક ચગે, પરંતુ આ સમયે પૈસા કમાવવા માટે તે દરેક વસ્તુઓ છોડી દીધી. શું તારે પૈસાની કોઈ કમી છે? જો તારે જવું જ હતું તો બાળકોને મારા પાસે રાખીને કેમ ના ગઈ?

મારા મૃત્યુ પછી જ તું જીતી શકીશ
અભિનવે વધુમાં કહ્યું, આમાં સમય લાગી શકે છે. મંગળવારે હાઈકોર્ટમાં મારી સુનાવણી છે, પરંતુ મને તારીખ મળી જશે. ભવિષ્યમાં મારા દીકરાને કઈ ના તકલીફ થાય તેનું ધ્યાન હું રાખીશ. તારા વિરુદ્ધ બધા કેસ પેન્ડિંગ છે. તે મારી સિગ્નેચર કોપી કરી. તું હારી ગઈ છે. હું લડીશ અને તું મારા મૃત્યુ પછી જ જીતી શકીશ.

લોકોને પુત્રની માહિતી આપવા માટે અપીલ કરી
અભિનવે કહ્યું હતું કે, રેયાંશ એક ઈનસિક્યોર બાળક છે, જેને હંમેશાં પોતાના પેરેન્ટ્સની જરૂર રહે છે. તે પોતાની દીકરાને મુંબઈની દરેક હોટલમાં શોધી રહ્યો છે, પરંતુ તે ટ્રેસ કરી શક્યો નહીં. તેણે લોકોને વિનંતી કરી હતી કે તેમને જો રેયાંશ અંગે કંઈ ખબર હોય તો તેને માહિતી આપે.

બંને દીકરાની કસ્ટડી માટે કેસ લડી રહ્યા છે
શ્વેતાએ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. 2019થી બંને અલગ રહી રહ્યાં છે. શ્વેતાએ પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. શ્વેતા તથા અભિનવ દીકરા રેયાંશની કસ્ટડી માટે કોર્ટમાં લડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...