તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ એક્ટ્રેસ અનુ અગ્રવાલ 52 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 11 જાન્યુઆરી, 1969ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. અનુને 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'એ રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ પછી તે ઘણી બીજી ફિલ્મોમાં દેખાયા પણ 'આશિકી' જેવી પોપ્યુલારિટી ન મળી. હવે ગ્લેમર વર્લ્ડથી દૂર અનુ ઝૂંપડીઓમાં જઈને ગરીબ બાળકોને ફ્રીમાં યોગ શીખવે છે.
21 વર્ષની ઉંમરે બ્રેક મળ્યો
અનુ અગ્રવાલે દિલ્હી યુનિવર્સિટીથી સમાજશાસ્ત્ર સ્ટડી કર્યું. સ્ટડી દરમ્યાન જ અનુને મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ 'આશિકી'માં પહેલો બ્રેક આપ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી લેનારા અનુએ આ ફિલ્મથી ઓડિયન્સના ખૂબ વખાણ મેળવ્યા અને રાતોરાત સ્ટાર બની ગયા.
ત્યારબાદ તે 'ગજબ તમાશા', 'ખલનાયિકા', 'કિંગ અંકલ', 'કન્યાદાન', 'બીપીએલ ઓયે' અને 'રિટર્ન ટુ જ્વેલ થીફ' જેવી ફિલ્મોમાં દેખાયા હતા પણ કોઈપણ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહીં. અનુએ તમિળ ફિલ્મ 'થિરૂદા - થિરૂદા' અને શોર્ટ ફિલ્મ 'ધ ક્લાઉડ ડોર'માં પણ કામ કર્યું છે. સાથે જ તે થોડા દિવસ MTV વીજે પણ રહ્યા હતા.
29 દિવસ કોમામાં રહ્યા હતા અનુ
1996 પછી ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગયેલા અનુએ યોગ અને અધ્યાત્મ તરફ પ્રયાણ કર્યું હતું. આ વચ્ચે 1999માં થયેલા એક રોડ એક્સિડેન્ટમાં અનુની લાઈફ બદલી ગઈ. આ ઘટનામાં તેમની યાદશક્તિ જતી રહી હતી અને તે પેરેલાઈઝ્ડ પણ થઇ ગયા હતા.
લગભગ 29 દિવસ સુધી કોમામાં રહ્યા બાદ અનુ ભાનમાં આવ્યા તો ખુદને સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. આ તેમના માટે પુર્નજન્મ જ હતો કે લગભગ 3 વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રીટમેન્ટ પછી તેમની યાદશક્તિ પરત આવી. અનુએ પોતાની સ્ટોરીને આત્મકથા સ્વરૂપે 'અનયુઝઅલ: મેમોઇર ઓફ અ ગર્લ વ્હુ કેમ બેક ફ્રોમ ડેડ'માં રજૂ કરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.