તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Aamir Was Sometimes Embroiled In Controversy Due To His Immoral Relationship And Sometimes Due To Nude Posters, People Even Threatened To Overthrow Pakistan

મિ. પરફેક્શનિસ્ટની ટોપ-5 કોન્ટ્રોવર્સીઝ:આમિર ક્યારેક અનૈતિક સંબંધો તો ક્યારેક ન્યૂડ પોસ્ટરના કારણે વિવાદોમાં ઘેરાયો, લોકોએ પાકિસ્તાન તગેડી મૂકવાની પણ ધમકી આપી હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમિર ખાને તો તેના કૂતરાનું નામ 'શાહરુખ' રાખ્યું હતું

આમિર ખાન અને કિરણ રાવે લગ્નનાં 15 વર્ષ પછી સહમતીથી અલગ થવાની જાહેરાત કરી છે. દીકરા આઝાદના કો-પેરન્ટ્સ રહેશે. આમિર ખાન પોતાની પહેલી ફિલ્મ કયામતથી કયામત સુધી કર્યા પછી આમિર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાના શિખરો સર કર્યા હતા. અને અવૉર્ડ શૉઝમાં ભાગ ના લેવો અને એક વર્ષમાં અન્ય એક્ટર્સ કરતા ઓછી પણ ગુણવત્તાવાળી ફિલ્મ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. તેની આ ખાસિયતના કારણે જ આમીર ખાનને બોલિવૂડના દિગ્ગજ એક્ટર અને મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમિર ખાન ભલે શાંત સ્વભાવવાળો દેખાય છે, પરંતુ અન્ય કલાકારોની જેમ તે વિવાદોમાં સપાડાયો છે. તો ચલો આપણે આમીર ખાનના મુખ્ય 5 વિવાદો પર નજર ફેરવીએ.....

આમીર ખાનનો ફાઇલ ફોટો
આમીર ખાનનો ફાઇલ ફોટો

1. આમિર ખાન અને શાહરુખ ખાન વચ્ચે વિવાદ
આમિર ખાને પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે મારી પાસે એક કૂતરું છે, એનું નામ શાહરુખ ખાન છે. પોતાના એક બ્લોગમાં પણ એણે લખ્યું હતું કે શાહરુખ મારા પગ ચાટે છે અને હું તેને વારંવાર બિસ્કીટ ખવડાવી રહ્યો છું. હવે તમે કોઈ તારણ કાઢો એ પહેલા જણાવી દઉં કે શાહરુખ મારા કૂતરાનું નામ છે.

2. અનૌરસ સંતાન
આમિર ખાન તે સમયે પણ ઘણો વિવાદોમાં ઘેરાયો હતો, જ્યારે તેનું નામ એક બ્રિટિશ પત્રકાર જેસિકા હાઇન્સ સાથે જોડવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે સંબંધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે આ સમયે તો એવી પણ ચર્ચાઓ થઈ રહી હતી કે આ બંનેને એક સંતાન પણ છે, જેનું નામ જાહેર નહોતું કરાયું. એવું કહેવામાં આવે છે કે આમીર ખાનની મુલાકાત જેસિકા હાઇન્સ સાથે ગુલામ ફિલ્મના સેટ પર થઈ હતી અને ત્યાંથી જ બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થઈ ગયું હતું.

મીડિયાના અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું કે આ સંબંધ દરમિયાન જેસિકા ગર્ભવતી થઈ ગઈ હતી, તેથીજ આમીર ખાને જેસિકાને ગર્ભપાત કરવાની સલાહ આપી હતી. આમીર ખાનની આ વાત જેસિકાને પસંદ નહોતી આવી અને તેણે લંડનમાં રહીને આ બાળકનો ઉછેર કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ ચર્ચાઓ અને અફવાઓ સાચી છે કે ખોટી એ વાતની પુષ્ટી દિવ્ય ભાસ્કર કરતું નથી.

3. અસહિષ્ણુતા પર ટિપ્પણી ભારે પડી
એક સમય એવો આવ્યો હતો કે સમગ્ર દેશમાં અસહિષ્ણુતા અંગે ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ આગમાં આમિર ખાન પણ કૂદી પડ્યો હતો. ભારતમાં અસહિષ્ણુતા અંગે આમિર ખાનની ટિપ્પણીથી સમગ્ર દેશમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. આમિર ખાનની એક ટિપ્પણીએ સોશિયલ મીડિયામાં હોબાળો મચાવ્યો હતો. દેશમાં સત્તાધીશ પક્ષ અને વિપક્ષ પણ સામ-સામે આવી ગયા હતા. આમિર ખાન તો આ વિવાદમાં એવો ફસાઈ ગયો હતો કે લોકોએ એને એમ પણ કહી દીધું હતું કે તને જો ભારતમાં અસહિષ્ણુતા હોય એમ લાગતું હોય તો તું પાકિસ્તાન શિફ્ટ થઈ જા.

4. અનૈતિક સંબંધો
2002માં આમિર ખાને જ્યારે પત્ની રીના દત્તને ડિવોર્સ આપવાની અરજી કરી હતી, ત્યારેપણ તેના અનૈતિક સંબંધોનો મુદ્દો ગરમાયો હતો. તે સમયે એવી વાતોનો વંટોળ ફુંકાયો હતો કે 2001માં કિરણ રાવના સંપર્કમાં આવ્યા પછી આમિર અને રીના વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા હતા, ત્યારપછી રીનાએ એક્ટરને ડિવોર્સ આપવાનો નિર્ણય લીધો હતો. કિરણની જેમ આમિર, રીના સાથે પણ આમીરે સહમતીથી અલગ થયો હતો.

5. 'PK' ફિલ્મના આમીર ખાનના ન્યૂડ પોસ્ટરે વિવાદ સર્જ્યો
વર્ષ 2014માં આમિર ખાનની ફિલ્મ PK રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2 વિવાદોમાં રહી.

  • ધાર્મિક નેતાઓએ આને ધર્મ વિરોધી ફિલ્મ જાહેર કરી દીધી હતી.
  • બીજો વિવાદ આમિર ખાનના ન્યૂડ પોસ્ટર બહાર આવતા થયો હતો.

પોસ્ટરમાં આમિર ખાન ન્યૂડ હતો અને પોતાના પ્રાઈવેટ પાર્ટ સામે ટ્રાંઝિસ્ટર પકડીને ઊભો હોય તેમ નજરે પડ્યો હતો. આ પોસ્ટરે રાતોરાત સમાચારોમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. આમિર ખાનને આ પોસ્ટરના કારણે કોર્ટના ધક્કા પણ ખાવા પડ્યા હતા, જોકે કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...