• Gujarati News
 • Entertainment
 • Bollywood
 • Aamir Was Married To Kiran For 9 Years, A Love Story Started With A Phone Call; Kiran Rao Belongs To The Royal Family Know The Special Thing About Aamir And Kiran ...

આમિર-કિરણની 10 ખાસ વાત:આમિરે 9 વર્ષ નાની કિરણ સાથે કર્યા હતા લગ્ન, એક ફોન-કોલથી શરૂ થઈ હતી લવસ્ટોરી; રાજવી પરિવારની છે કિરણ રાવ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 'લગાન'ના સેટ પરથી રાજવી પરિવારની યુવતીને આપી ચૂક્યો હતો આમિર પોતાનું દિલ
 • છૂટાછેડા બાદ પણ આમિર-કિરણ બાળકનું પાલન-પોષણ પણ સાથે મળીને કરશે

આમિર ખાન અને કિરણ રાવથી પ્રથમ મુલાકાત 2001માં ફિલ્મ 'લગાન'ના સેટ પર થઈ હતી. ફિલ્મ 'લગાન'ના સેટ પરથી અમિત અને કિરણની શરૂ થયેલી લવસ્ટોરી બાદ વર્ષ 2005માં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે કિરણ રાવ બૉલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીની બહેન છે અને રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આવો, જાણીએ આમિર અને કિરણ રાવ સબંધિત ખાસ વાતો...

 1. કિરણ રાવ રાજવી પરિવારની છે. તેલંગણાના મહેબૂબનગરના વાનાપાર્થીના રાજા જે. રામેશ્વર રાવ તેના દાદા હતા.
 2. કિરણ રાવનો જન્મ 7 નવેમ્બર 1973ના રોજ તેલંગણા (ત્યારે આંધ્રપ્રદેશ)માં થયો હતો
 3. કિરણે પોતાનું બાળપણ કોલકાતમાં વિતાવ્યું હતું. ત્યાં તેણે લોરેટો હાઉસથી પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.
 4. કિરણે સોફિયા કોલેજ ઓફ વુમનથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને એમજેકે માસ કમ્યુનિકેશન રિસર્ચ સેન્ટરમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી.
 5. કિરણ રાવ વર્તમાનમાં એક ફિલ્મ-પ્રોડ્યુસર, સ્ક્રીન-રાઈટર અને ફિલ્મ-નિર્દેશક પણ છે.
 6. કિરણે પોતાના ફિલ્મ કરિયારની શરૂઆત ફિલ્મ લગાનથી આસિસ્ટન્ટ નિર્દેશક તરીકે કરી હતી, આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી.
 7. આમિર ખાન સાથે કિરણની મુલાકાત ફિલ્મ લગાનના સેટ પર થઈ હતી. બંનેએ ઘણાં વર્ષો ડેટ કર્યા બાદ 2005માં લગ્ન કર્યાં હતાં.
 8. કિરણ રાવે નિર્દેશક તરીકે ફિલ્મ ધોબી ઘાટથી શરૂઆત કરી હતી.
 9. તેણે નિર્માતા તરીકે દંગલ, સિક્રેટ સુપર સ્ટાર, જાને તૂ યા જાને ના, પીપલી લાઈવ અને તલાશ જેવી ફિલ્મો કરી છે.
 10. આમિર ખાનની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'ને પણ કિરણ રાવ જ પ્રોડ્યુસ કરી રહી છે.

લાઈફ માટે એક નવા પ્રકરણની શરૂઆત
આમિર ખાન અને કિરણ રાવે 15 વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. પોતાના જોઇન્ટ નિવેદનમાં આમિર ખાન અને કિરણ રાવે કહ્યું હતું કે આ ખૂબસૂરત 15 વર્ષો અમે લાઈફટાઈમ અનુભવો, ખુશીઓ અને આનંદથી શેર કર્યાં.'

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે 'અને અમારી રિલેશનશિપ વિશ્વાસ, સન્માન અને પ્રેમ પર આગળ વધતી રહી. હવે અમે અમારી લાઈફ માટે એક નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યાં છીએ- હવે અમે પતિ અને પત્ની નહીં રહીએ, પરંતુ એક-બીજા માટે કો-પેરન્ટ્સ અને પરિવાર રહીશું.' તેમણે કહ્યું હતું કે અમારા બિઝનેસ સાથે સંકળાયેલા સંબંધ બની રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમે બાળકનું પાલન-પોષણ પણ સાથે મળીને કરીશું.

એક ફોન-કોલથી શરૂ થઈ હતી બંનેની લવસ્ટોરી
જણાવી દઈએ કે આમિર ખાન અને કિરણ રાવની પ્રથમ મુલાકાત ફિલ્મ લગાનના સેટ પર થઈ હતી, જેમાં આમિર એકટર અને કિરણ રાવ એક અસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું હતું કે બંનેની વચ્ચે પ્રથમ નજરમાં પ્રેમ જેવી કોઈ વાત નથી. કિરણ લગાનની અસિસ્ટન્ટ ડિરેકટર હતી અને એક કામ બાબતે તેણે કોલ કર્યો હતો. આ દરમિયાન આમિર અને કિરણ વચ્ચે લગભગ અડધો કલાક સુધી વાત થઈ હતી, કિરણ સાથે વાત કરીને મને બહુ જ સારું લાગ્યું હતું. બસ, અહીંથી જ આમિર કિરણથી ઇમ્પ્રેસ થઈ ગયો હતો અને આ રીતે એક ફોન-કોલથી શરૂ થઈ હતી બંનેની લવસ્ટોરી.

એક ફોન-કોલથી શરૂ થઈ હતી આમિર અને કિરણની લવસ્ટોરી.
એક ફોન-કોલથી શરૂ થઈ હતી આમિર અને કિરણની લવસ્ટોરી.

બે વર્ષ સુધી ડેટિંગ અને લિવ-ઇનમાં રહ્યા બાદ કર્યા આમિરે કિરણ સાથે કર્યા લગ્ન
ત્યાર બાદ બંનેએ લગભગ બે વર્ષ સુધી ડેટિંગ કર્યું અને લિવ-ઇનમાં પણ રહ્યાં. લાંબા સમયની દોસ્તી બાદ મને આવું લાગવા લાગ્યું હતું કે કિરણ વિના મારી કોઈ જિંદગી નથી. બસ, પછી શું, અમે તે સંબંધને નવું નામ આપ્યું અને વર્ષ 2005માં અમે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ કિરણ સરોગસી દ્વારા પુત્રની માતા બની, જેનું નામ તેણે આઝાદ રાવ-ખાન રાખ્યું.

આમિર અને કિરણે વર્ષ 2005માં લગ્ન કરી લીધાં હતાં.
આમિર અને કિરણે વર્ષ 2005માં લગ્ન કરી લીધાં હતાં.

આમિર ખાનના જીવનમાં ઘણા જ ઉતાર-ચઢાવ આવ્યા હતા
આમિર ખાને પ્રથમ લગ્ન પોતાના પાડોશમાં રહેતી એક બંગાળી યુવતી રીના દત્તા સાથે કર્યા હતા. બંનેના અલગ-અલગ ધર્મોને કારણે તેમનો પરિવાર આ લગ્ન માટે સંમત ન હતો. ત્યાર બાદ આમિર ખાને રીના સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. બંને બે બાળકો જુનૈદ અને ઇરાનાં માતા-પિતા બન્યાં, પરંતુ આ લગ્નસંબંધ વર્ષ 2002માં તૂટી ગયો હતો અને રીનાને બંને બાળકોની કસ્ટડી મળી ગઈ હતી. રીના સાથેના તલાકના 3 વર્ષ બાદ આમિરના જીવનમાં કિરણ રાવ આવી હતી. આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા.

આમિર ખાને પ્રથમ લગ્ન એક બંગાળી યુવતી રીના દત્તા સાથે કર્યા હતા.
આમિર ખાને પ્રથમ લગ્ન એક બંગાળી યુવતી રીના દત્તા સાથે કર્યા હતા.
આમિર ખાનના બંને લગ્નસંબંધનો અંત આવ્યો છે.
આમિર ખાનના બંને લગ્નસંબંધનો અંત આવ્યો છે.

રાજવી પરિવારની છે કિરણ રાવ
તમને જાણીને આશ્ચય થશે કે ફિલ્મ-પ્રોડ્યુસર, ડિરેક્ટર, સ્ક્રીન-રાઇટર અને આમિર ખાનની પત્ની કિરણ રાવ રાજવી પરિવારમા છે. તેના દાદા વાનાપાર્થીના રાજા હતા. વાનાપાર્થી હવે તેલંગણા રાજ્યમાં છે. કિરણ રાવ અદિતિ રાવ હૈદરીની બહેન છે.