તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમિર-કિરણનો ગુજરાત પ્રવાસ:ગયા વર્ષે વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા આમિર-કિરણે ગુજરાતનું ગીર પસંદ કર્યું હતું, સાવજોને જોઇને કહ્યું હતું, ‘જીવનમાં તક મળે તો એકવાર ગીર ચોક્કસ આવો’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાસણ ગીરમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ અને દીકરા આઝાદ સાથે - Divya Bhaskar
સાસણ ગીરમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ અને દીકરા આઝાદ સાથે
  • 28 ડિસેમ્બરે અમારી વેડિંગ એનિવર્સરી છે, અમને લાગ્યું કે અમારે ગીરની મુલાકાત કરવી જોઇએઃ આમિર ખાન
  • 10થી વધુ વાહનોમાં જંગલ સફારી કરીને આમિરે પત્ની કિરણ રાવ અને દીકરા આઝાદ સાથે સાવજ જોયા હતા

વર્ષ 2020માં ડિસેમ્બર મહિનામાં એશિયાટિક સિંહોને નિહાળી બોલિવૂડ સુપરસ્‍ટાર આમિર ખાન અભિભૂત થઈ ગયો હતો. વહેલી સવારે એક્ટરે પરિવારજનો સાથે દસથી વધુ વાહનોમાં સાસણમાં જંગલ સફારીનો લ્હાવો લીઘો હતો. અલગ અલગ રૂટ પર 10થી વધુ સિંહો જોયા હતા. આ પ્રવાસ દરમિયાન કિરણ રાવ અને કપલનો દીકરો આઝાદ પણ હતો. ગીરમાં સિંહ દર્શન કર્યા બાદ આમિર ખાને જણાવ્યું હતું કે, ‘વેડિંગ એનિવર્સરી મનાવવા માટે ક્યાં જઇએ તો અમે ગુજરાતમાં ગીરને પસંદ કર્યું હતું અને અહીં આવ્યા હતા. અમે આના વિશે ઘણું સાંભળ્યું હતું અને ખરા અર્થમાં અમને તેના કરતા વધારે મળ્યું છે. અમે ખુશનસીબ છીએ કે સિંહ જોવા મળ્યા. હું લોકોને કહીશ કે જ્યારે પણ મોકો મળે ત્યારે અહીં આવવું જોઇએ.’

આમિર ખાન સાસણ ગીરના પ્રવાસે
આમિર ખાન સાસણ ગીરના પ્રવાસે

‘ગીર આવશો તો એ જોવા મળશે જે રેર અને ભારતનું ગૌરવ છે’
ગીરમાં સિંહ દર્શન કર્યા બાદ આમિર ખાને પત્રકારોને જણાવ્યું હતું કે, ગીર આવવાનો પહેલીવાર મોકો મળ્યો છે. 28 ડિસેમ્બરે મારી અને કિરણની વેડિંગ એનિવર્સરી છે. આ તકે અમને લાગ્યું કે અમારે ગીરની મુલાકાત કરવી જોઇએ. અમે ઘણું સાંભળ્યું હતું અને અમે જે સાંભળ્યું હતું, તેના કરતાં વધારે અમને મળ્યું છે. આ ખુબ સુંદર જગ્યા છે. અમે નસીબદાર છીએ કે અમને સિંહ જોવા મળ્યા છે. અલગ અલગ એક્શન જોવા મળી. ખૂબ જ મજા આવી. હું લોકોને કહીશ કે જો તમે ગીર આવશો તો તમને એ જોવા મળશે જે રેર છે અને આપણા ભારતનું ગૌરવ છે. હું લોકોને કહીશ કે જો મોકો મળે તો અહીં આવવું જોઇએ.

એક્ટરને જોવા ચાહકોની ભીડ જામી હતી
એક્ટરને જોવા ચાહકોની ભીડ જામી હતી

10થી વધુ વાહનોમાં જંગલ સફારી કરી
સાસણ ગીરમાં આવેલી વુડઝ હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું. રવિવારે વહેલી સવારે 6 વાગ્‍યે આમિર ખાન પરિવારજનો સાથે હોટલથી સાસણ ગીરના નેશનલ પાર્ક પહોંચ્યો હતો. અહીં તેનું જંગલમાં સફારી કરવા જવા માટે અગાઉથી બુકિંગ હોવાથી દસથી વધુ જીપ્‍સી સહિતની કારોમાં જંગલના રાજા સિંહો જોવા ગીર જંગલની સફારીમાં નીકળ્યો હતો. સાસણ ગીરમાં આમિર તથા તેના પરિવારને જોવા માટે ચાહકો ઊમટી પડ્યા હતા.

પત્ની કિરણ અને દીકરા આઝાદ સાથે આમિર ખાન
પત્ની કિરણ અને દીકરા આઝાદ સાથે આમિર ખાન

આમિર અને કિરણે સેપરેશનની જાહેરાત કરી
આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. મીડિયા સ્ટેટમેન્ટમાં બંનેએ લખ્યું છે કે, ‘આ 15 વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યાં, દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યાં અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન નક્કી કર્યો હતો અને હવે અમે આ અલગ થવાની આ વ્યવસ્થાને નક્કર સ્વરૂપ આપી રહ્યાં છીએ. અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે. તેના માટે હવે અમે કો-પેરન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું. અમે ફિલ્મો અને અમારા ‘પાની ફાઉન્ડેશન’ સિવાય એ દરેક પ્રોજેક્ટમાં સાથે કામ કરીશું, જેમાં અમને રસ છે. અમારા મિત્રો અને સંબંધીઓનો આભાર, જેમણે અમને આ સમયમાં સતત સહકાર આપ્યો. તેમના સમર્થન વગર અમે આ નિર્ણય ના લઈ શકત. અમે અમારા શુભચિંતકો પાસેથી આશા રાખીએ છીએ કે તેઓ અમારા આ ડિવોર્સને એક અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારે.’

અન્ય સમાચારો પણ છે...