તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બોલિવૂડમાં કોરોના:આમિર ખાનના સ્ટાફ મેમ્બર કોવિડ 19 પોઝિટિવ, પરિવાર નેગેટિવ, એક્ટરે માતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું

મુંબઈ3 મહિનો પહેલા

આમિર ખાને 30 જૂનના રોજ સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે તેના સ્ટાફમાંથી કેટલાંક સભ્યોનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં એક્ટરે કહ્યું હતું કે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. એક્ટરે ચાહકોને પોતાની માતાનો રિપોર્ટ નેગેટિવ આવે તે માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું.

સ્ટેટમેન્ટમાં આ વાત કહી
આમિર ખાને સોશિયલ મીડિયામાં એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. ‘હેલ્લો, મારા સ્ટાફમાંથી કેટલાંક સભ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલમાં ક્વૉરન્ટીન થઈ ગયા છે અને BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ત્વરિત મદદથી તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. હું BMCનો આભાર વ્યક્ત કર્યું છું. BMCએ તાત્કાલિક સારવાર આપી અને આખી સોસાયટીને સેનિટાઈઝ કરી. બાકીના સભ્યોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં જ હું મારી માતાને ટેસ્ટ માટે લઈ જાઉં છું. તેઓ ટેસ્ટ કરાવવામાં સૌથી છેલ્લા વ્યક્તિ છે. પ્રાર્થના કરજો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવે. હું કોકિલાબેન હોસ્પિટલ, ડોક્ટર્સ, નર્સ તથા સ્ટાફનો આભાર માનું છે. તેઓ ટેસ્ટિંગ પ્રક્રિયામાં ઘણી જ કાળજી રાખે છે અને પ્રોફેશનલ ઢબે તે કરે છે. સલામત રહો.. પ્રેમ...આમિર..’

આમિર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો લૉકડાઉન પહેલાં એક્ટર ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ ચંદીગઢમાં કરતો હતો. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ બાકી છે. હવે, આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. ક્રિસમસ પર રણવીર સિંહની ફિલ્મ ‘83’ રિલીઝ થશે. 

કરન જોહર-બોની કપૂરના ઘરમાં પણ  સ્ટાફ કોરોના પોઝિટિવ  હતાં
આ પહેલાં ફિલ્મમેકર કરન જોહર તથા પ્રોડ્યૂસર બોની કપૂરના સ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ બંને પરિવાર 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહ્યાં હતાં. એક્ટર કિરણ કુમારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમણે ઘરમાં જ સારવાર કરાવી હતી. આ ઉપરાંત એક્ટર સત્યજીત દુબેની માતા પણ કોરોના પોઝિટિવ હતી અને નાણાવટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. લંડનમાં પૂરબ કોહલીએ પરિવારને કોરોનાવાઈરસ થયો હોવાની જાણ કરી હતી. પ્રોડ્યૂસર કરીમ મોરાની તથા તેમની બંને દીકરીઓ પણ કોરોના પોઝિટિવ હતી. સિંગર વાજિદ ખાન પણ કોરોના પોઝિટિવ હતાં પરંતુ તેમનું નિધન હાર્ટ અટેકને કારણે થયું હતું. સિંગર કનિકા કપૂર બોલિવૂડની પ્રથમ સેલેબ્સ હતી, જેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો