તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આમિર ખાનનો ભાણીયા ઈમરાન ખાને એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. લાંબા સમય સુધી સ્ક્રીનથી દૂર રહેલો ઈમરાન હવે એક્ટિંગ કરશે નહીં. ઈમરાનના નિકટના મિત્ર તથા એક્ટર અક્ષય ઓબેરોયે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી હતી. અક્ષયના મતે, ઈમરાને હવે એક્ટિંગ ના કરવાનો નિર્ણય લીધો છે.
અક્ષય ઓબેરોયે 'ગુરગાંવ' તથા 'કલાકાંડી' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. અક્ષય તથા ઈમરાને સાથે એક્ટિંગ સ્કૂલ જોઈન કરી હતી. બંને એકબીજાને 18 વર્ષોથી ઓળખે છે. અક્ષયના મતે હવે ઈમરાન ડિરેક્ટર તરીકે નસીબ અજમાવશે.
અક્ષયે કહ્યું હતું કે તેનો બેસ્ટ ફ્રેન્ડ ઈમરાન ખાને એક્ટિંગ છોડી દીધી છે. તે તેનો ખાસ ફ્રેન્ડ છે. તે સવારે ચાર વાગે પણ ઈમરાનને ફોન કરી શકે છે. ઈમરાન તથા તે એકબીજાને 18 વર્ષથી એકબીજાને ઓળખે છે. બંનેએ મુંબઈ, અંધેરી વેસ્ટમાં આવેલી 'કિશોર એક્ટિંગ સ્કૂલ'માં સાથે અભ્યાસ કર્યો હતો.
વધુમાં અક્ષયે કહ્યું હતું, 'ઈમરાન ખાને હાલની ક્ષણે તો એક્ટિંગ છોડી દીધી છે. હું તેને જ્યાં સુધી ઓળખું છું તે રાઈટર તથા ડિરેક્ટર સારો બની શકે છે. મને ખ્યાલ નથી કે ઈમરાન પોતાની ફિલ્મમાં પોતાને ડિરેક્ટ કરશએ કે નહીં? હું તેની પર કોઈ દબાણ કરતો નથી પરંતુ એક ફ્રેન્ડ તરીકે હું વિચારું છું કે તે ટૂંક સમયમાં જ કોઈ ફિલ્મ ડિરેક્ટ કરશે. મને એ પણ ખ્યાલ છે કે જ્યારે પણ ઈમરાન ફિલ્મ ડિરેક્ટ કરશે ત્યારે તે ઘણી જ સારી બનશે, કારણ કે તેનામાં સિનેમા અંગેની સંવેદનશીલતા તથા સમજણ ઘણી જ છે.'
અક્ષયે એમ પણ કહ્યું હતું કે ફ્લોપ ફિલ્મ તમામની કરિયરનો એક હિસ્સો હોય છે. ઈમરાને અનેક ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી કેટલીક ચાલી તો કેટલીક ના ચાલી.
ઉલ્લેખનીય છે કે ઈમરાન છેલ્લે 2015માં 'કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કંગના રનૌત હતી. ઈમરાને 'ક્યામત સે ક્યામત તક', 'જો જીતા વહી સિકંદર' જેવી ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું. વર્ષ 2008માં ઈમરાને 'જાને તુ યા જાને ના'થી બોલિવૂડમાં હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું.
અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યો
ગયા વર્ષે ઈમરાનની પત્ની અવંતિકા મલિક અલગ થઈ ગઈ હતી. જોકે, બંનેએ હજી સુધી ડિવોર્સ લીધા નથી. ગયા વર્ષે જૂનમાં ઈમરાનને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો નથી.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.