તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્ઝક્લૂઝિવ:સેપરેશનની જાહેરાતના દિવસે લદાખમાં આમિર-કિરણ સાથે શૂટિંગ કરી રહ્યાં છે, ખાસ મિત્રએ જણાવ્યું- ડિવોર્સ કેમ અને કઈ રીતે થયા?

2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
આમિર તેના મિત્ર આમીન હાઝી સાથે, બંનેની મિત્રતા 20 વર્ષ જૂની છે.
  • ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની પ્રોડ્યુસર કિરણ રાવ છે
  • બંને વચ્ચે આ લોકડાઉન દરમિયાન જ તકલીફો શરૂ થઈ હતી

એક્ટર આમિર ખાન અને કિરણ રાવે અલગ થવાની જાહેરાત કરી છે, પરંતુ આવું કેમ થયું? ક્યારથી આ બધું ચાલી રહ્યું હતું, અત્યારે બંને ક્યાં છે, આગળ શું કરશે...આ બધા પ્રશ્નોનાં જવાબ જાણવા માટે દિવ્ય ભાસ્કરે આમિરના સૌથી સારા મિત્ર આમીન હાઝી સાથે વાત કરી. આમિર અને આમીન આશરે 20 વર્ષથી મિત્રો છે. ‘લગાન’ અને ‘મંગલ પાંડે’માં બંનેએ સાથે કામ કર્યું. આ સેપરેશન પાછળનાં દરેક કારણ વિશે આમીનને ખબર છે. આમીનના શબ્દોમાં જ જાણીએ શું છે મામલો....

જુઓ, એવું નથી કે મારી પાસે આ વાતની જાણકારી પહેલેથી નહોતી કે બંને અલગ થવાનાં છે. બંને વચ્ચે આ લોકડાઉન દરમિયાન જ તકલીફો શરૂ થઈ હતી અને જ્યારે તેઓ કંટ્રોલ ના મેળવી શક્યાં ત્યારે અલગ થવાનો નિર્ણય લીધો.

આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાનની વાત હશે, જ્યારે મને પહેલીવાર આ બધું ખબર પડી. જ્યારે મને ખબર પડી ત્યારે ઘણું દુઃખ થયું અને અફસોસ પણ થયો. હવે આગળ શું કહું...જ્યારે મેં બંને સાથે આ વિશે વાત કરી તો આંખમાંથી આંસુ સરી પડી ગયા હતા. બંનેને ખૂવ રિક્વેસ્ટ કરી કે પ્લીઝ, આવો દિવસ ના દેખાડો, પરંતુ આજે જે સામે આવ્યું છે એ જ હકીકત છે અને આપણે બધાએ એ માનવું જ પડશે.

હું આમિર-કિરણને ઘણાં વર્ષોથી ઓળખું છું. મારા લગ્નના 6 મહિના પહેલાં બંનેએ લગ્ન કર્યાં હતાં. એ સમયે બંનેને સાથે કામ કરતાં જોયાં, ખુશ જોયાં. ‘સત્યમેવ જયતે’ હોય કે પછી ‘પાની ફાઉન્ડેશન’ બંનેમાં આ જોડીએ જબરદસ્ત કામ કર્યું.

28 ડિસેમ્બર, 2005ના રોજ આમિર-કિરણે લગ્ન કર્યાં હતાં.
28 ડિસેમ્બર, 2005ના રોજ આમિર-કિરણે લગ્ન કર્યાં હતાં.

હવે શું કહું... બસ, એટલું જ કહેવા માગીશ કે ક્યારેક ક્યારે બે સારા લોકો સાથે જિંદગી પસાર કરી શકે, એ શક્ય નથી. બંને હકીકતમાં સારા છે. માત્ર મારા માટે નહીં, બધા માટે.

તમારા મનમાં અને બધાના મનમાં એ સવાલ છે કે આ છૂટાછેડા થવાનું કારણ શું હશે, પરંતુ હું નથી માનતો કે આ બંનેની વચ્ચે ક્રિએટિવ ડિફરન્સિસ વધવા લાગ્યા હતા કે મેન્ટલ ફ્રિક્વન્સી મેચ જેવી કોઈ વાત હોય, જેને કારણે આ સુંદર સંબંધમાં તકરાર આવી હોય.

તમને જાણીને નવાઈ લાગશે કે આજે સેપરેશનની જાહેરાત કરતા સમયે પણ તે બંને લદાખમાં 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. કિરણ એ ફિલ્મની પ્રોડ્યુસર છે. જો આવી કોઈ વાત હોત કે આ બંનેના સંબંધ ખરાબ થઈ ગયા છે તો શું આ શક્ય હોત? ના હોત.

સંબંધ તૂટવો એ એક વ્યક્તિગત બાબત છે અને મને લાગે છે કે આમિર કદાચ કામમાં વ્યસ્તતાને કારણે પરિવાર માટે સમય કાઢી નહોતો શકતો. એને કારણે આવું થયું હોય. એક સમયે મહાત્મા ગાંધીના પણ પુત્ર સાથેના સંબંધ સારા નહોતા, કેમ કે તેમનો પુત્ર તેમને કહેતો કે તમારી પાસે 'રાષ્ટ્રપિતા' બનવાનો સમય છે, પણ તમારા પુત્રના પિતા બનવાનો સમય નથી.

આમિર ખાન અને આમીન હાઝીનો પરિવાર.
આમિર ખાન અને આમીન હાઝીનો પરિવાર.

હાલ ઘણી સ્ટોરી સામે આવી રહી છે. લોકો કહે છે કે આમિરની લાઈફમાં કોઈકની એન્ટ્રી થઇ ગઈ છે, પરંતુ આ વાત ખોટી છે. જો એવું જ હોત તો મને બધી વાતની જાણકારી હોત, કારણ કે હું આમિરને વર્ષોથી જાણું છું. બંને એકબીજાની સહમતીથી અલગ થયાં છે, એવામાં કોઈ એકનો પક્ષ લેવો એ યોગ્ય નથી. મને લાગે છે જિંદગી સફળ લોકોની પરીક્ષા વધારે લે છે.