વેટ લૉસ જર્ની:આમિર ખાનની દીકરી આઈરા 20 કિલો વજન ઓછું કરવા માટે 15 દિવસ સુધી ભૂખી રહી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈરાએ લખ્યું છે કે, છેલ્લા 4-5 વર્ષમાં તેનું 20 કિલો વજન વધી ગયું છે

આમિર ખાનની દીકરી આઈરા ખાન અત્યારે પોતાના વધતા વજનના કારણે પરેશાન છે. આ વાતનો ખુલાસો તેને એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કર્યો. આઈરાએ લખ્યું છે કે, છેલ્લા 4-5 વર્ષમાં તેનું 20 કિલો વજન વધી ગયું છે અને તેના કારણે તે હેરાન થઈ રહી છે. આઈરાએ એ પણ ખુલાસો કર્યો કે તે સેલ્ફ મોટિવેશન અને સેલ્ફ ઈમેજ ડિપાર્ટમેન્ટનો પણ સામનો કરી રહી છે.

જર્મનીમાં ક્રિસમસની ઉજવણી કરી હતી
આઈરાએ પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં આઈરાએ જણાવ્યું કે તેણે પોતાનું વજન ઓછું કરવા માટે 15 દિવસ ઉપવાસ કર્યા હતા. આઈરાએ જર્મનીમાં બોડેંસી (લેક કોન્સ્ટન્સ)માં એક ક્લિનિક બુચિંગર વિલ્હેલ્મીનું લોકેશન ટેગ કર્યું છે. આ તસવીર જર્મની ટ્રાવેલિંગ, નુપુરની સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરતા પોતાની મિત્ર સ્મૃતિ પોલની સાથે પોઝ આપી રહી છે.

એક ફોટોમાં આઈરાએ મીઠાઈની સાથે પોઝ આપ્યો અને લખ્યું, ખાઈ નથી શકતી પરંતુ તેનો અર્થ એ નથી કે હું તેની સાથે પોઝ નથી આપી શકતી.

પોસ્ટમાં આઈરાએ લખ્યું- મેં તાજેતરમાં મારું વજન ઓછું કરવા માટે 15 દિવસ સુધી ફાસ્ટ કર્યા. હું સેલ્ફ- મોટિવેશન અને સેલ્ફ ઈમેજ ડિપાર્ટમેન્ટની સાથે એટલું સારું નથી કરી રહી. હું ઘણી સક્રિય રહી છું. મારા મોટાભાગના જીવન માટે અને પછી છેલ્લા 4-5 વર્ષથી હું ઘણી એક્ટિવ નથી રહી. મારું 20 કિલો વજન વધી ગયું છે અને તે ખરેખર મારા માટે નુકસાનકારક છે.

હું દ્રઢ નિશ્ચય છું- આઈરા
તે આગળ લખે છે કે- આમ તો જર્મનીમાં કામ કરવાના લિસ્ટમાં અન્ય વસ્તુઓ સિવાય, મેં કોઈ ઈમ્પોર્ટન્ટ ક્વોન્ટિટીમાં વજન ઓછું નથી કર્યું. પરંતુ મારે હવે વધારે પ્રયાસ કરવા માટે એક નવી પ્રેરણા મળી અને એક લય મળ્યો. હું તેને જાળવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છું. મેં ઘણું વિચાર્યું, ચિંતન કર્યું અને ધ્યાન રાખ્યું. મેં ઘણી સારી વસ્તુઓ શીખી. સેલ્ફ વર્ક ડિપાર્ટમેન્ટ અને સામાન્ય જીવનના પ્રસંગોની વસ્તુ, જેને હું શેર કરવા માટે ઉત્સુક છું. તેમાંથી ઘણી એવી પ્રથાઓ છે જેને મારે જાતે શરૂ કરવાની જરૂર છે. તેથી જેવું હું કરું છું, હું તેને શેર કરી રહી છું. હું દ્રઢ છું.

આમિરની પહેલી પત્નીની દીકરી
આઇરા એક્ટર આમિરની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. આમિર-રીનાને એક દીકરી આઇરા તથા દીકરો જુનૈદ છે. 2005માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને એક દીકરો આઝાદ રાવ ખાન છે. આ વર્ષે આમિર તથા કિરણ અલગ થઈ ગયા હતા.