તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આજે પણ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકો સજાગ નથી. લોકો મેન્ટલ હેલ્થ પર વાત કરવાનું પસંદ કરતા નથી. હાલમાં જ આમિર ખાનની દીકરી ઈરાએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે.
શું કહ્યું વીડિયોમાં?
વીડિયોમાં ઈરાએ કહ્યું હતું, 'હાય, હું ડિપ્રેસ્ડ છું. હું છેલ્લાં ચાર વર્ષથી ડિપ્રેશનમાં છું. હું ડૉક્ટર પાસે ગઈ હતી. હું ક્લિનિકલી ડિપ્રેસ્ડ છું. જોકે, હવે મને સારું છે. છેલ્લાં એક વર્ષથી હું મેન્ટલ હેલ્થ અંગે કંઈ કરવા માગતી હતી પરંતુ મને ખ્યાલ નહોતો આવતો કે હું શું કરું? તો મેં વિચાર્યું કે હું તમને મારી સફર પર લઈ જાઉં. જોઈએ કે આગળ શું થાય છે?'
આથી મેં નક્કી કર્યું કે, તમને મારા સફર પર લઇ જઉં છું અને જોવું કે શું થાય છે. આશા છે કે આપણે બધા પોતાને સારી રીતે જાણી શકીશું. મેન્ટલ હેલ્થને સરે રીતે સમજી શકીશું. ચાલો, ત્યાંથી શરુ કરીએ, જ્યાંથી મેં શરૂઆત કરી હતી. હું કઈ વાતે ડિપ્રેસ્ડ છું? હું ડિપ્રેસ્ડ થનારી કોણ છું? મારી પાસે બધું છે ને?
View this post on InstagramA post shared by Ira Khan (@khan.ira) on Oct 10, 2020 at 9:51am PDT
વીડિયોના કેપ્શનમાં ઈરાએ લખ્યું છે, ‘ઘણું બધું ચાલી રહ્યું છે. ઘણા લોકો બહુ બધું કહી રહ્યા છે. વસ્તુઓ હકીકતમાં કન્ફયુઝિંગ અને સ્ટ્રેસફુલ તથા સરળ છે, પરંતુ યોગ્ય નથી. જિંદગી બધા પાસે છે. આ બધું કહેવાની જોઈ રીત નથી, પરંતુ મને લાગે છે કે મને કઈક મળી ગયું છે કે મને સમજાઈ ગયું છે, મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઈલ હેલ્થ વિશે.તો મારા સફરમાં મારી સાથે, અજીબ, ક્યારેક બાળકો જેવા અવાજ, પ્રામાણિક રીતે..વાતચીત શરુ કરીએ.’
23 વર્ષની ઈરાએ ગયા વર્ષે ‘યુરિપાઈડ્સ મેડિયા’ નામનાં પ્લે સાથે થિએટરમાં ડેબ્યુ કર્યું હતું. આ પ્લેને ડિરેક્ટ કર્યો હતો. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજીની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.